* આપણી જીભ કરતાં માખીના પગ ખાંડને લાખો ગણી વધુ ક્ષમતાથી ઓળખી શકે છે.
* વિશ્વભરમાં કીડીઓની ૮૦૦૦ કરતાંય વધુ જાત જોવા મળે છે.
* ઉધઇની મહારાણી એક દિવસમાં ૪૦,૦૦૦ ઇંડાં મૂકે છે.
* જંતુજગતમાં ત્રીજા ભાગનાં જીવડાં બીજા જંતુઓનો શિકાર કરીને જીવે છે.
* વંદા એક સેકંડમાં એક ફૂટથી વધારે ઝડપથી દોડી શકે છે.
* કીડી સામાન્ય રીતે ૭ વર્ષ જીવે છે. કીડીના સમુદ્રની 'ક્વીન' ૧૫ વર્ષ જીવે છે.
* બ્રાઝીલમાં સૌથી મોટી કીડી સવા ઇંચ લાંબી હોય છે.
* મચ્છરને ૪૭ દાંત હોય છે. નર મચ્છર માણસને કરડતાં નથી.
* મોટાભાગના જંતુઓના જીવનના બે તબક્કા હોય છે. ઇયળમાંથી પતંગિયા કે ફૂદાનો અવતાર લે છે.
* પૃથ્વી પર જંતુઓ ૩૫ કરોડ વર્ષ પહેલાં ઉત્પન થયા હતા.
* મધમાખી કલાકના ૩૨ કિલોમીટરની ઝડપે ઊડી શકે છે.
* ૨૦૦૦ જેટલાં ઉડતાં આગિયા જીવડાઓને
કુદરતે લ્યુસીફેરોન તત્ત્વ આપ્યું છે જે અંધારામાં પ્રકાશ વેરે છે.
* મોનાર્ક કેટરપિલર ઇંડામાંથી જન્મ્યા બાદ
કદમાં વધવા માંડે છે. તેનું કદ તેના જન્મ
સમય કરતાં ૨૭૦૦ ગણું મોટું થાય ત્યાં સુધી વધે છે.
* તીડ દરરોજ પોતાના શરીરનાં વજન જેટલા વજનને ખોરાક ખાય છે. આપણને આપણા શરીરના વજન જેટલો આહાર ખાતાં લગભગ છ મહિના લાગે.
* કોક્રોચ કે વંદો સૌથી વિશિષ્ટ જીવડું તો છે જ પરંતુ તે ડાઇનોસોર પહેલાં પણ પૃથ્વી પર વસતા હતા.
* એક કિલો મધ એકઠું કરવા માટે મધમાખી લગભગ ૯૦ હજાર કિલોમીટરની પ્રવાસ કરે છે.
* મચ્છર પોતાની પાંખ દર સેકંડે ૫૦૦ વખત
ફફડાવી ગણગણાટ કરે છે.
* ડ્રેગન ફલાય લગભગ ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે.
* ઘરમાં ઉડતી માખી લગભગ ૧ મહિનાનું
આયુષ્ય ભોગવે છે.
♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.