* વિશ્વભરના લોકો માટે ગુલાબ સૌથી વધુ પ્રિય ફૂલ છે.
* વિશ્વમાં ગુલાબની ૧૫૦૦૦ કરતાંય વધુ જાત જોવા મળે છે.
* વનસ્પતિ શાસ્ત્રની દ્રષ્ટિએ સફરજનનાં ફૂલ પણ ગુલાબની જાત ગણાય છે.
* ગુલાબ જ એક એવું ફૂલ છે કે જે કાળા રંગનું
પણ હોય છે.
* પૃથ્વી પર લાખો વર્ષ પહેલાંય ગુલાબ ઊગતાં હતાં. પુરાતત્વશાસ્ત્રીઓને ૩૦ લાખ વર્ષ પ્રાચીન ગુલાબનું અશ્મિ મળી આવ્યું છે.
* રોમનો પ્રાચીન કાળમાં ગુલાબની પાંખડીઓ
વરસાવી મહેમાનોનું સ્વાગત કરતાં.
* પ્રાચીન કાળમાં ગુલાબજળથી સ્નાન કરવાની પરંપરા હતી.
* ગુલાબમાંથી બનતો ગુલકંદ શક્તિદાયક વસાણું છે.
* ગુલાબના ફૂલમાં વિટામીન સી વધુ હોય છે. તે દવામાં વપરાય છે.
* વિશ્વનો સૌથી જુનો ગુલાબનો છોડ જર્મનીના હાઈલ્ડેશિયમ કેથેડ્રલમાં છે. તે ઈ.સ. ૮૧૫માં ઉગ્યો હોવાનું મનાય છે.
*વિશ્વનો સૌથી મોટો ગુલાબનો બગીચો ઈટાલીના કેરીગ્લીયામાં છે તેમાં ૭૫૦૦ જાતના ગુલાબ જોવા મળે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.