આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 26 January 2014

♥ દેડકા વિશે અવનવું ♥

÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
પાણી અને જમીન- એમ બંને સ્થળેજીવી શકતાં દેડકા...
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
♥ GK BLOG ♥www.aashishbaleja.blogspot.com

* પૃથ્વી પર દેડકા ૨૬ કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વ
ધરાવતા હોવાના પુરાવા રૃપે અશ્મિઓ મળી આવ્યા છે.

* વિશ્વભરમાં દેડકાની ૪૮૦૦ નોંધાયેલી જાત જોવા મળે છે.

*દેડકા પૂંછડી વિનાના કરોડરજ્જુવાળા પ્રાણી છે.

* દેડકા પાણીમાં ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી ટેડપોલ તરીકે નીકળી પાણીમાં જીવે છે. ટેડપોલને
પૂંછડી હોય છે.

* ટેડપોલ પુખ્ત થયા પછી તેના ચાર પગનો વિકાસ થાય છે. અને પૂંછડી નાશ પામે છે. ત્યારબાદ તે જમીન પર જીવન શરૂ કરે છે.

* દેડકા ચામડી દ્વારા શ્વાસ લે છે.

* દેડકા ૭.૭ મીમીથી માંડીને ૧૨ ઈંચના કદના જોવા મળે છે.

* દેડકાની આંખ ઉપર પોપચાંને ત્રણ પડ હોય છે. જેમાંનું એક પારદર્શક પડ પાણીમાં ડૂબકી મારતી વખતે બંધ કરે છે.

* સામાન્ય રીતે દેડકાના આગળના પગ ટૂંકા અને પાછળના પગ લાંબા હોય છે. તેથી તે લાંબા કૂદકા મારી શકે છે.

* દેડકા થોડા સપ્તાહના અંતરે શરીરની ચામડી ઉતારે છે અને નવી આવે છે.

* દેડકાનાં ઉપલા જડબામાં જ દાંત હોય છે. તે ખોરાક પકડીને ગળે ઉતારી શકે છે,ચાવી શકતા નથી.

* દેડકાની આંખો પ્રમાણમાં મોટી અને માથાની બંને તરફ ઉપસેલી હોય છે તેથી ચારે દિશામાં એક સાથે જોઈ શકે છે.

* દેડકાને બહાર દેખાય એવા કાન હોતા નથી, પરંતુ આંખ પાછળ છિદ્રો જેવા અવયવથી તે સાંભળી શકે છે.

* દેડકાના ડ્રાંઉ ડ્રાંઉ અવાજ વિશિષ્ટ છે. તેના ગળામાં કે મોંના ખૂણામાં આવેલો પાતળો પડદો તેના અવાજને મોટો કરી આપે છે. કેટલાક દેડકા ગળું ફુલાવીને દૂર સુધી સંભળાય તેવા અવાજ
કાઢી શકે છે.

* દેડકો સુપુપ્તાવસ્થામાં જઈ શકે છે. ખોરાક- પાણીના અભાવમાં તે બેભાન બની જમીનમાં દટાઈ જાય છે અનેપાણી મળતાં જાગૃત બને છે.

♥ GK BLOG ♥www.aashishbaleja.blogspot.com

♥ જીભ ♥


÷÷÷÷÷÷÷÷ GK BLOG ÷÷÷÷÷÷÷
WWW.AASHISHBALEJA.BLOGSPOT.COM

જીભ વિશે આ પણ જાણો
* આપણી જીભ ખાસ પ્રકારના હાઇડ્રોસ્ટેટિક
સ્નાયુની બનેલી છે. તેને હલનચલન માટે
કોઇ અન્ય અવયવની મદદ લેવી પડતી નથી.

* સ્વાદ પારખવાની ગ્રંથિઓ જીભ ઉપરાંત ગાલના આંતરિક ભાગમાં અને તાળવામાં પણ હોય છે.

* આંગળીની જેમ દરેક માણસની જીભની પ્રિન્ટ પણ અલગ અલગ હોય છે.

* જીભ એક જ અવયવ એવો છે કે જે શરીર સાથે માત્ર એક છેડાથી જોડાયેલો છે.

* જીભ એ શરીરનો સૌથી વધુ મજબૂત સ્નાયુ છે.

* જીભને નાની મોટી ઇજા થાય તો આપમેળે સાજી થઇ જાય છે.

♥ GK BLOG ♥
WWW.AASHISHBALEJA.BLOGSPOT.COM

☀અંગ્રેજી માસનું અવનવું☀

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

♥ સમયની ગણતરી માટે કેલેન્ડર અને
પંચાંગનો ઇતિહાસ બહુ જૂનો છે.
જુદી જુદી સંસ્કૃતિઓમાં વર્ષ અને
મહિનાની ગણતરી માટે વિવિધ
પ્રકારનાં કેલેન્ડર બન્યા. આપણે હિન્દુ
મહિનાઓ કારતક, માગશર વગેરે
ચંદ્રની ગતિવિધિને આધારે નક્કી થયા છે.
ભારતમાં વિક્રમ સવંત પણ અમલમાં છે. આજે
વિશ્વભરમાં અંગ્રેજી કેલેન્ડરનો ઉપયોગ
થાય છે. અંગ્રેજી કેલેન્ડર પ્રાચીન
રોમમાં શરૃ થયેલા. અંગ્રેજી કેલેન્ડર
પ્રાચીન રોમમાં શરૃ થયેલા.
અંગ્રેજી માસના નામ રોમન
સમ્રાટો અને રોમન દેવદેવીઓના નામ
ઉપરથી પડયાં છે.

♥ જાન્યુઆરી એટલે જાનસદેવ. જાનસદેવને
આગળ અને પાછળ એમ બે ચહેરા હોય છે. તે
આદિ અને અંતના દેવ ગણાય છે.

♥ ફેબ્રુઆરી માસ એટલે ફેબ્રુઆદેવ. આ દેવ
પવિત્ર અને શુધ્ધિનો અવતાર ગણાતા.

♥ માર્ચ માસનું નામ રોમન દેવ માર્સ
પરથી પડયું છે. તે શક્તિના દેવ છે અને
ભયાનક રૃપ ધરાવે છે.

♥ એપ્રિલ કોઇ દેવ નથી પણ તેનો અર્થ વસંતોત્સવ થાય છે.તેને હરિયાળીનો ઉત્સવ ગણવામાં આવે છે.

♥ મે માસ એટલે મૈયા દેવી. પૃથ્વીને ખભા પર
મૂકીને ઊભેલા એટલાસની તે પુત્રી છે.
એટલાસને સાત પૂત્રીઓ છે.

♥ જૂન માસ એટલે જ્યુપીટરની પત્ની જૂનો.

♥ જુલાઇ માસનું નામ જુલિયસ સિઝર પરથી પડયું. અંગ્રેજી વર્ષ માર્ચ માસથી શરૃ થતું ત્યારે
જુલાઇ પાંચમો મહિનો ગણાતો. જુલિયસ
સિઝરે કેલેન્ડરમાં ઘણાં ફેરફાર કરેલા.

♥ ઓગસ્ટ માસનું નામ રોમન સમ્રાટ
ઓગસ્ટસ પરથી પડયું.ઓગસ્ટસનો શાસનકાળ રોમનો સુવર્ણકાળ કહેવાય છે.

→ ઓગસ્ટ પછીના નામ સપ્ટેમ્બર એટલે
સાતમો, ઓક્ટોબર એટલે આઠમો, નવેમ્બર
એટલે નવમો અને ડિસેમ્બર એટલે દસમો એમ
ક્રમ મુજબ પડયા. જોકે આજે આ
મહિનાના સ્થાન બદલાઇ ગયાં છે.
ડિસેમ્બર બારમા ક્રમે હોવાં છતાં ય તેનું
નામ બદલાયું નથી.

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

♥ TIRANGAA'S DESIGNER ♥

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
રાષ્ટ્રધ્વજની પ્રથમ ડિઝાઇન
પિંગલી વૈંકયાએ ગાંધીજીને આપેલી
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
આજે ૨૬મી જાન્યુઆરીના રોજ તિરંગાને
સૌ સલામી આપશે પરંતુ દેશને
રાષ્ટ્રધ્વજની સૌ પ્રથમ વખત ભેટ
આપનારા આંધ્ર
પ્રદેશના મછલીપટ્ટનમના પિંગલી વૈંકયાનું
નામ ભાગ્યે જ કોઇને યાદ આવે છે.
૧૯૨૧માં વિજયાવાડા ખાતે
યોજાયેલા મહાસભાના અધિવેશનમાં પિંગલી વૈંકયાએ
સૌ પ્રથમ વાર દેશનો રાષ્ટ્રધ્વજ તૈયાર
કરીને મહાત્મા ગાંધીને આપ્યો હતો.
વૈંકયા એ જાતે જ તૈયાર
કરેલા રાષ્ટ્રધ્વજમાં લાલ અને
લીલા રંગનો સમાવેશ થતો હતો.
આથી ગાંધીજીએ સત્ય અને
અહિંસાના પ્રતિક સમા સફેદ
રંગની પટ્ટી મુકવાનું સૂચન ગાંધીજીએ કરેલું
જેને વૈંકયાએ સહર્ષ સ્વીકારી લીધું હતું.
ત્યાર બાદ ગાંધીજીએ યંગ
ઇન્ડિયા અખબારમાં રાષ્ટ્રધ્વજ તૈયાર
કરવા બદલ વૈંકયના વખાણ કર્યા હતા.
આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમ
વિસ્તારના પેનમરૃ ગામમાં ૨જી ઓગસ્ટ
૧૮૧૬ના રોજ જન્મેલા વૈંકયા પિંગલી ૨૧
વર્ષની ઉંમરે બ્રિટીશ સૈન્યમાં ભારતીય
સૈનિક તરીકે નોકરી કરતા હતા. તેમણે ૧૮૯૯
થી ૧૯૦૨ દરમિયાન દક્ષિણ
આફ્રિકામાં ખેલાયેલા બોઅર
યુધ્ધમાં ભાગ લીધો હતો. આ દરમિયાન
તેમની મુલાકાત દક્ષિણ
આફ્રિકામાં સત્યાગ્રહ
ચલાવતા ગાંધીજી સાથે થઇ હતી.
વૈંકયા ગાંધીજીના વિચારો અને
આચરણથી ખૂબ જ પ્રભાવીત થયેલા.
બોઅરની લડાઈ બાદ વૈંકયા એ સૈનિક
તરીકેની નોકરી છોડીને રેલવેના ગાર્ડ
તરીકે મુંબઇમાં નોકરી કરવાની શરૃ કરી. આ
દરમિયાન મદ્રાસમાં મરછી નામનો રોગ
ફાટી નિકળતા સેંકડો રોગીઓની સેવા કરવા માટે
નોકરી છોડી દીધી હતી.
કોલકાતા ખાતે
યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં અંગ્રેજોના ધ્વજ
યુનિયન જેકને ફરકતો જોઇને તેમનું હૃદય
દ્રવી ઉઠયું હતું. આથી વૈંકયાએ ભારત દેશને
પોતાનો રાષ્ટ્રધ્વજ હોવો જઈએ એવું
સૂચન કર્યું હતું. તેઓ સૂચન કરીને બેસી ન
રહ્યા પરંતુ ૧૯૧૬ થી ૧૯૨૧ દરમિયાન તેમણે
દૂનિયના વિવિધ રાષ્ટ્ર
ધ્વેજોનો અભ્યાસ કરીને એક પુસ્તક પણ
લખ્યું જેમાં ૩૦થી પણ વધુ
રાષ્ટ્રધ્વજના નમૂના આપ્યા હતા. આમ
રાષ્ટ્રધ્વજની પ્રથમ
કલ્પના પિંગલી વૈંકયાએ કરી હતી.
૧૯૩૧માં લાહોર ખાત
યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં તિરંગાને
માન્યતા આપવામાં આવી હતી.

Friday, 24 January 2014

♥ State - Two-letter Code ♥

♥ State - Two-letter Code ♥

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

[1] Andhra Pradesh - AP
[2] Arunachal Pradesh- AR
[3] Assam- AS
[4] Bihar- BR
[5] Chhattisgarh- CG
[6] Goa-GA
[7] Gujarat- GJ
[8] Haryana- HR
[9] Himachal Pradesh- HP
[10] Jammu & Kashmir- JK
[11] Jharkhand- JH
[12] Karnataka- KA
[13] Kerala- KL
[14] Madhya Pradesh- MP
[15] Maharashtra- MH
[16 ] Manipur- MN
[17] Meghalaya- ML
[18] Mizoram- MZ
[19] Nagaland- NL
[20] Odisha- OR
[21] Punjab- PB
[22] Rajasthan- RJ
[23] Sikkim- SK
[24] Tamil Nadu- TN
[25] Tripura- TR
[26] Uttarakhand(formerly Uttaranchal) UT
[28] Uttar Pradesh- UP
[29] West Bengal- WB

♥ Union TerritoryTwo-letter Code :

[1] Andaman & Nicobar - AN
[2] Chandigarh- CH
[3] Dadra and Nagar Haveli- DN
[4] Daman & Diu- DD
[5] Delhi- DL
[6] Lakshadweep- LD
[7] Puducherry- PY

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

Friday, 17 January 2014

BHARAT RATNA VIJETA











































♥ પાણીનું અજબગજબ ♥

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

* પૃથ્વીના પેટાળમાં ૪૧૦ કિલોમીટરની ઊંડાઈએ
ખડકોમાં પાણી હોય છે. જો કે આ વાતની નોંધ માત્ર વિજ્ઞાાનીઓ જ લે છે.

* દર કલાકે દરિયાનું ૫૦ ઘન કિલોમીટર
પાણી વરાળ બનીને વાતાવરણમાં ભળે છે.

* પૃથ્વી પર પાણીના વપરાશનો ત્રીજો ભાગ
ખેતીમાં વપરાય છે.

* મકાઈના દાણામાં ૧૪ ટકા પાણી હોય
છે. તેને શેકવાથી પાણી વરાળ બને છે અને
દાણો ફૂટીને પોપકોર્ન બને છે.

* સંપૂર્ણ શુદ્ધ પાણી ઘણાં બધાં રસાયણોને
ઓગાળી શકે છે. પાણી સૂક્ષ્મ જગ્યાઓ અને
તિરાડોમાં પ્રવેશી શકે છે. વસ્તુઓ
ધોવા માટે પાણી ઉત્તમ પ્રવાહી છે.

* સમુદ્રના પાણીમાં દર એક કિલોગ્રામે ૩૫ ગ્રામ મીઠું હોય છે.