♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com
♥ સમયની ગણતરી માટે કેલેન્ડર અને
પંચાંગનો ઇતિહાસ બહુ જૂનો છે.
જુદી જુદી સંસ્કૃતિઓમાં વર્ષ અને
મહિનાની ગણતરી માટે વિવિધ
પ્રકારનાં કેલેન્ડર બન્યા. આપણે હિન્દુ
મહિનાઓ કારતક, માગશર વગેરે
ચંદ્રની ગતિવિધિને આધારે નક્કી થયા છે.
ભારતમાં વિક્રમ સવંત પણ અમલમાં છે. આજે
વિશ્વભરમાં અંગ્રેજી કેલેન્ડરનો ઉપયોગ
થાય છે. અંગ્રેજી કેલેન્ડર પ્રાચીન
રોમમાં શરૃ થયેલા. અંગ્રેજી કેલેન્ડર
પ્રાચીન રોમમાં શરૃ થયેલા.
અંગ્રેજી માસના નામ રોમન
સમ્રાટો અને રોમન દેવદેવીઓના નામ
ઉપરથી પડયાં છે.
♥ જાન્યુઆરી એટલે જાનસદેવ. જાનસદેવને
આગળ અને પાછળ એમ બે ચહેરા હોય છે. તે
આદિ અને અંતના દેવ ગણાય છે.
♥ ફેબ્રુઆરી માસ એટલે ફેબ્રુઆદેવ. આ દેવ
પવિત્ર અને શુધ્ધિનો અવતાર ગણાતા.
♥ માર્ચ માસનું નામ રોમન દેવ માર્સ
પરથી પડયું છે. તે શક્તિના દેવ છે અને
ભયાનક રૃપ ધરાવે છે.
♥ એપ્રિલ કોઇ દેવ નથી પણ તેનો અર્થ વસંતોત્સવ થાય છે.તેને હરિયાળીનો ઉત્સવ ગણવામાં આવે છે.
♥ મે માસ એટલે મૈયા દેવી. પૃથ્વીને ખભા પર
મૂકીને ઊભેલા એટલાસની તે પુત્રી છે.
એટલાસને સાત પૂત્રીઓ છે.
♥ જૂન માસ એટલે જ્યુપીટરની પત્ની જૂનો.
♥ જુલાઇ માસનું નામ જુલિયસ સિઝર પરથી પડયું. અંગ્રેજી વર્ષ માર્ચ માસથી શરૃ થતું ત્યારે
જુલાઇ પાંચમો મહિનો ગણાતો. જુલિયસ
સિઝરે કેલેન્ડરમાં ઘણાં ફેરફાર કરેલા.
♥ ઓગસ્ટ માસનું નામ રોમન સમ્રાટ
ઓગસ્ટસ પરથી પડયું.ઓગસ્ટસનો શાસનકાળ રોમનો સુવર્ણકાળ કહેવાય છે.
→ ઓગસ્ટ પછીના નામ સપ્ટેમ્બર એટલે
સાતમો, ઓક્ટોબર એટલે આઠમો, નવેમ્બર
એટલે નવમો અને ડિસેમ્બર એટલે દસમો એમ
ક્રમ મુજબ પડયા. જોકે આજે આ
મહિનાના સ્થાન બદલાઇ ગયાં છે.
ડિસેમ્બર બારમા ક્રમે હોવાં છતાં ય તેનું
નામ બદલાયું નથી.
♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.