આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 26 January 2014

♥ TIRANGAA'S DESIGNER ♥

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
રાષ્ટ્રધ્વજની પ્રથમ ડિઝાઇન
પિંગલી વૈંકયાએ ગાંધીજીને આપેલી
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
આજે ૨૬મી જાન્યુઆરીના રોજ તિરંગાને
સૌ સલામી આપશે પરંતુ દેશને
રાષ્ટ્રધ્વજની સૌ પ્રથમ વખત ભેટ
આપનારા આંધ્ર
પ્રદેશના મછલીપટ્ટનમના પિંગલી વૈંકયાનું
નામ ભાગ્યે જ કોઇને યાદ આવે છે.
૧૯૨૧માં વિજયાવાડા ખાતે
યોજાયેલા મહાસભાના અધિવેશનમાં પિંગલી વૈંકયાએ
સૌ પ્રથમ વાર દેશનો રાષ્ટ્રધ્વજ તૈયાર
કરીને મહાત્મા ગાંધીને આપ્યો હતો.
વૈંકયા એ જાતે જ તૈયાર
કરેલા રાષ્ટ્રધ્વજમાં લાલ અને
લીલા રંગનો સમાવેશ થતો હતો.
આથી ગાંધીજીએ સત્ય અને
અહિંસાના પ્રતિક સમા સફેદ
રંગની પટ્ટી મુકવાનું સૂચન ગાંધીજીએ કરેલું
જેને વૈંકયાએ સહર્ષ સ્વીકારી લીધું હતું.
ત્યાર બાદ ગાંધીજીએ યંગ
ઇન્ડિયા અખબારમાં રાષ્ટ્રધ્વજ તૈયાર
કરવા બદલ વૈંકયના વખાણ કર્યા હતા.
આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમ
વિસ્તારના પેનમરૃ ગામમાં ૨જી ઓગસ્ટ
૧૮૧૬ના રોજ જન્મેલા વૈંકયા પિંગલી ૨૧
વર્ષની ઉંમરે બ્રિટીશ સૈન્યમાં ભારતીય
સૈનિક તરીકે નોકરી કરતા હતા. તેમણે ૧૮૯૯
થી ૧૯૦૨ દરમિયાન દક્ષિણ
આફ્રિકામાં ખેલાયેલા બોઅર
યુધ્ધમાં ભાગ લીધો હતો. આ દરમિયાન
તેમની મુલાકાત દક્ષિણ
આફ્રિકામાં સત્યાગ્રહ
ચલાવતા ગાંધીજી સાથે થઇ હતી.
વૈંકયા ગાંધીજીના વિચારો અને
આચરણથી ખૂબ જ પ્રભાવીત થયેલા.
બોઅરની લડાઈ બાદ વૈંકયા એ સૈનિક
તરીકેની નોકરી છોડીને રેલવેના ગાર્ડ
તરીકે મુંબઇમાં નોકરી કરવાની શરૃ કરી. આ
દરમિયાન મદ્રાસમાં મરછી નામનો રોગ
ફાટી નિકળતા સેંકડો રોગીઓની સેવા કરવા માટે
નોકરી છોડી દીધી હતી.
કોલકાતા ખાતે
યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં અંગ્રેજોના ધ્વજ
યુનિયન જેકને ફરકતો જોઇને તેમનું હૃદય
દ્રવી ઉઠયું હતું. આથી વૈંકયાએ ભારત દેશને
પોતાનો રાષ્ટ્રધ્વજ હોવો જઈએ એવું
સૂચન કર્યું હતું. તેઓ સૂચન કરીને બેસી ન
રહ્યા પરંતુ ૧૯૧૬ થી ૧૯૨૧ દરમિયાન તેમણે
દૂનિયના વિવિધ રાષ્ટ્ર
ધ્વેજોનો અભ્યાસ કરીને એક પુસ્તક પણ
લખ્યું જેમાં ૩૦થી પણ વધુ
રાષ્ટ્રધ્વજના નમૂના આપ્યા હતા. આમ
રાષ્ટ્રધ્વજની પ્રથમ
કલ્પના પિંગલી વૈંકયાએ કરી હતી.
૧૯૩૧માં લાહોર ખાત
યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં તિરંગાને
માન્યતા આપવામાં આવી હતી.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.