🌺 ભારતનો જમીન વિસ્તાર વિશ્વની સરખામણીએ બે ટકા જ છે. પરંતુ જીવજગતનું વૈવિધ્ય ભારતમાં સૌથી વધુ છે.
🌺 ભારતમાં ૪૦૦ થી વધુ સસ્તન, ૧૨૦૦ થી વધુ પક્ષીઓ અને ૪૦૦ જાતિના સરિસૃપ સહિત ૫૦૦૦૦ કરતાં ય વધુ કીટકો જોવા મળે છે.
🌺 વનસ્પતિનું વૈવિધ્ય પણ નોંધપાત્ર છે. અહીં ૧૮ હજાર જેટલી જાતિના વૃક્ષો, છોડ અને વેલા જોવા મળે છે.
🌺 ભારતમાં ૪૪૭ અભયારણ્ય અને ૮૪ નેશનલ પાર્ક છે. અભયારણ્ય એટલે તમામ પ્રાણીપક્ષીઓ માટેનો સુરક્ષિત વિસ્તાર અને નેશનલ પાર્ક એટલે કોઈ એક જાતના પ્રાણી કે પક્ષીના રક્ષણ માટે સ્થાપવામાં આવેલો વિસ્તાર.
🌺 ભારતમાં મધ્યપ્રદેશ સૌથી મોટો વનવિસ્તાર ધરાવે છે. જેમાં ૭૭૫૨૨ ચોરસ કિલોમીટરમાં જંગલ આવેલા છે.
🌺 ભારતમાં મહત્વનાં ૧૦ જંગલી પ્રાણીઓમાં બેંગાલ ટાઈગર, એશિયન હાથી, આસામના ગેંડા, ગીરના સિંહ, ચિત્તો, રીંછ, જંગલી પાડા, ઘૂડખર, નીલગાય અને હરણ છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.