આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 20 March 2018

♥ ફેબ્રુઆરી મહિનાના દિવસ ૨૮ કેમ ?♥

🌹  અંગ્રેજી માસમાં એપ્રિલ , જૂન, સપ્ટેમ્બર, અને નવેમ્બરમાં ૩૦ દિવસ બાકીના મહિનામાં ૩૧ અને ફેબ્રુઆરીમાં ૨૮ દિવસ હોય છે.

🌹  દર ચાર વર્ષે એક દિવસની ઘટ પૂરી કરવા ફેબ્રુઆરીમાં ૨૯ દિવસ રખાય છે. તેને લીપયર કહે છે.

🌹  પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા ૩૬૫ દિવસે પૂરી કરે છે. એટલે ૩૬૫ દિવસના વર્ષને પૂર્ણ કરવા આ પ્રથા પડી હતી.

🌟   ફેબ્રુઆરીમાં ૨૮ દિવસ અંગે કેટલીક રસપ્રદ વાતો સંકળાયેલી છે.

🌹  અંગ્રેજી કેલેન્ડર પ્રાચીન રોમમાં શરૂ થયેલું. જો કે તે સમયે વર્ષના મહિના દસ હતા. વર્ષની શરૂઆત વસંતઋતુ એટલે માર્ચમાં થતી. ફેબ્રુઆરી મહિનો છેલ્લો ગણાતો.

🌹  જૂલાઈ માસ સમ્રાટ જયુલિયસ સિઝરના સન્માનમાં અને ઓગસ્ટ માસ સમ્રાટ ઓગસ્ટસના માનમાં રખાયા.

🌹  તે સમયે દરેક માસમાં ૩૦ દિવસ હતા પરંતુ બંને સમ્રાટોએ પોતાના મહિનામાં એક દિવસ વધુ રાખવાનો આગ્રહ કર્યો. જૂલાઈ અને ઓગસ્ટ ૩૧ દિવસના થયા. અને બે દિવસ છેલ્લા ફેબ્રુઆરીમાં ઓછા કરાયા. આમ ફેબ્રુઆરીને ૨૮ દિવસ મળ્યા.

🌹  બીજી વાત એવી છે કે રોમન સમ્રાટ નુમા ઓમ્પીલિયર્સે ૧૦ મહિનાને બદલે ૧૨ મહિનાનું ૩૬૫ દિવસનું વર્ષ નક્કી કર્યું. અને નવું કેલેન્ડર બનાવ્યું. તેમાં જાન્યુઆરીમાં ૨૯ અને ફેબ્રુઆરીમાં ૨૮ દિવસ હતા.

🌹  બાકીના મહિના ૩૧ દિવસના હતા. કાળક્રમે આ કેલેન્ડરમાં ફેરફાર થયો અને ૩૬૫ દિવસનું વર્ષ પૂર્ણ કરવા કેટલાક મહિનામાં ૩૧ અને કેટલાકમાં ૩૦ દિવસ કરાયા. પણ ફેબ્રુઆરીના ભાગે ૨૮ દિવસ જ રહ્યા.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.