🌙 આ વર્ષે બેસતું વર્ષ અને ભાઈબીજ એક જ દિવસે ઉજવાયા ત્યારબાદ સીધી ત્રીજ આવી. તમને નવાઈ લાગતી હશે કે એક જ દિવસમાં બે તિથિ કઈ રીતે થાય ? અંગ્રેજી માસની તારીખની જેમ ભારતીય પંચાંગના ગુજરાતી મહિનામાં તિથિ હોય છે.
🌙 તિથિ ચંદ્રની ગતિ પર નક્કી થયેલી છે. એકમથી અમાસ સુધીમાં ચંદ્ર પૃથ્વીની એક પ્રદક્ષિણા પુરી કરે છે. એક પ્રદક્ષિણા ૩૬૦ અંશ.
🌙 તેમાં ૩૦ દિવસ એટલે કે ચંદ્ર એ દિવસમાં ૧૨ અંશનું અંતર કાપે. ચંદ્રની પ્રદક્ષિણા સાથે સાથે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણામાં આગળ વધતી હોય છે. અને પોતાની ધરી પર ફરતી હોય છે.
🌙 એટલે ક્યારેક ચંદ્ર પૃથ્વીની ફરતે ૧૨ અંશ થોડા કલાકોમાં જ પસાર કરી નાખે છે. એટલે મહિનાના ૩૦ દિવસનો મેળ બેસાડવા આવો. સમય રદ કરી તે તિથિને રદ કરવામાં આવે છે. જ્યોતિષમાં તેને તીથીનો ક્ષય થયો કહેવાય છે.
🌙 ક્યારેક ચંદ્ર અને પૃથ્વીની પરસ્પર ગતિને કારણે ચંદ્રને પૃથ્વીના ૧૨ અંશ પસાર કરતાં એક દિવસ કરતાય વધુ સમય લાગે છે.
🌙 આવા સમયે અધિક તિથિ તરીકે ઉમેરવામાં આવે છે. એટલે ગુજરાતી માસમાં ક્યારેક કોઈ તિથિનો ક્ષય હોય તો ક્યારેક એક જ તિથિ બે વાર આવે છે.
🌙 વર્ષના ૩૬૫ દિવસનો મેળ બેસાડવા ક્યારેક અધિક માસ ઉમેરવામાં આવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.