આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 27 August 2017

♥ ઇસ્ત્રીની શોધ અને રસપ્રદ ઇતિહાસ ♥

🌷 કપડાંને ઇસ્ત્રી કરવાની પરંપરા વર્ષો પહેલાની છે. ૮મી અને ૯મી સદીમાં લોકો કપડાને સુંવાળા અને ગડી રહિત કરવા ગોળાકાર લીસ્સા પથ્થરો ઘસતાં. વારંવાર ઘસવાથી પથ્થર ગરમ થતો અને કપડાંની કરચલી દૂર થતી.

🌷 ઇ.સ. ૧૮૮રમાં હેનરી સીલીએ ઇલેક્ટ્રીક ઇસ્ત્રીની શોધ કરી તે પહેલા લોકો ધાતુના વજનદાર ચોરસાને ગેસ કે ચૂલા પર ગરમ કરી કપડાંને ઇસ્ત્રી કરતા. કપડાને ઇસ્ત્રી કરવા માટે લાકડાનું પ્લેટફોર્મ જોઇએ. પોષાકની બાંય, કોલર વિગેરેના આકારને અનુકૂળ થાય તેવું લાકડાનું બોર્ડ સારા બૂન નામની મહિલાએ શોધેલું.

🌷 પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ નજીક આવી પછી પોષાકમાં વિવિધ ફેશનનું ચલણ વધવા લાગ્યું. બાંય, હેટ ઉપરની રીબિન વિગેરેને ખાસ પ્રકારના ભૂંગળા પર રીબન, કોલર વિગેરે ઘસીને વાંકડિયા આકાર આપતાં. આવી ઇસ્ત્રીને ગોકરિંગ કહેતા. આજે ઉપયોગમાં આવે છે તેવી ભારે ઇસ્ત્રી ૧૮મી સદીમાં બની. તે માત્ર લોખંડના ચોરસાને હાથો જડેલી હતી.

🌷 વજનદાર હોવાથી તેને ગરમ કર્યા બાદ લાંબો સમય ગરમ રહેતી. તેને સેડ આયરન કહેતા. ત્યારબાદ લોખંડના ખાનાવાળી ઇસ્ત્રી બની જેમા સળગતા કોલસા ભરીને ગરમ રાખવામાં આવતી. આજે પણ વીજળી ન હોય તેવા ગામડામાં આવી ઇસ્ત્રી જોવા મળે છે.

🌷 ૧૮૮૨માં અમેરિકાના હેનરી સેલીએ કાર્બન આર્ક વડે ગરમ થતી ઇસ્ત્રી શોધી તે અમેરિકન બ્યુટી તરીકે જાણીતી બનેલી.

🌷 સેલીની ઇસ્ત્રી ૭ કિલો વજનની હતી અને ગરમ થતા ખૂબ વાર લાગતી. ત્યારબાદ જનરલ ઇલેક્ટ્રિક કંપનીએ આજે વપરાય છે તેવી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી બજારમાં મૂકી. ઇસ્ત્રીની ડિઝાઇન અને રચનામાં ઉત્તરોત્તર સુધારા-વધારા થતા રહ્યા. આજે આધુનિક ટેક્નોલોજીના સહારે વિવિધ સુવિધાવાળી સલામત ઇસ્ત્રી ઉપલબ્ધ થઇ છે.

🌷 સુતરાઉ, રેશમી કે પોલિસ્ટર વિગેરે જુદી જુદી જાતના કાપડ માટે ઇસ્ત્રીનું ઉષ્ણતામાન કેટલું હોવું જોઇએ તે પણ જાણવું જરૃરી છે. આધુનિક ઇસ્ત્રીમાં કાપડની જાત અનુસાર ઉષ્ણતામાન જાળવવા માટે ગોળાકાર બટનવાળું રેગ્યુલેટર હોય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.