આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 30 August 2017

♥ ભારતનો સૌથી નાની ઉંમરનો હેકર ♥

👉🏻  આપણે હેકર શબ્દ સાંભળીએ એટલે પહેલો વિચાર નકારાત્મક આવે, હેકર એટલે ઇન્ટરનેટની દુનિયાની એવી વ્યક્તિ જે પોતાની હેકિંગની આવડતથી બીજા લોકોના આઇડીથી માંડીને પર્સનલ ઇન્ફોર્મેશન વગેરે તમામ બાબતોને ઘૂસણખોરી કરીને પોતાના કબજે કરી શકે છે. આ હેકર્સ ઘણા કેસમાં મદદરૂપ બને છે તો ઘણા કેસમાં તેઓ દુશ્મન પણ બની જાય છે. આપણે અખબારમાં અવારનવાર એવા કિસ્સાઓ વાંચતા હોઇએ છીએ કે સેલિબ્રિટીઝના અથવા તો કોઇ નિર્દોષ છોકરીઓના સોશીયલ મીડીયાના એકાઉન્ટ હેક થાય છે, અને તેમની પર્સનલ વિગતો તેમાંથી લઇ લેવામાં આવે છે. આવી જ રીતે ઘણા ગુનેગાર પણ એવા હોય છે જેને પકડવા માટે હેકર્સની મદદ લઇ ક્રાઇમબ્રાંચના ઓફિસર તેની વિગતો કઢાવતા હોય છે. આ રીતે હેકર્સ અમુક અંશે ઉપયોગી હોય છે તો અમુક અંશે દુશ્મન પણ બની જતા હોય છે.

💟  રુબેન પૌલ, આ બાળક માત્ર નવ વર્ષની ઉંમરે ભારતનો સૌથી નાનો કમ્પ્યૂટર હેકર બન્યો હતો, ના તેણે કોઇના આઇડી હેક નથી કર્યા, તે સાઇબર ક્રાઇમમાં ઉપયોગી થઇ શકનાર હેકિંગ કરે છે.

💟  રુબેનને નાનપણથી જ કમ્પ્યૂટરનો ઘણો શોખ હતો, તે લગભગ પાંચ વર્ષની ઉંમરથી જ પિતાના કમ્પ્યૂટર ઉપર જાતેે નવું નવું જોયા અને શીખ્યા કરતો.

💟  વળી તેના પિતા પણ દીકરાની રુચી જોઇ કમ્પ્યૂટરની દુનિયાની નવી નવી વાતો તેને સમજાવતા રહેતા. રુબેનને આમાં ઘણી મજા આવતી. બાદમાં તેણે ગૂગલ ઉપરથી હેકિંગ વિશે વાંચવાનું અને જાણવાનું શરૂ કર્યું, પરિણામ એ હતું કે આ બાળક જાતે જ હેકિંગની પ્રોસેસ શીખી ગયો. હાલમાં તે પ્રુડેન્ટ ગેમ્સનો સીઇઓ છે.

💟  તે સાથે સાથે તે પોતાના જેવડા તેમજ પોતાનાથી મોટા બાળકોને સાઇબર સિક્યોરિટી વિશે શીખવી અને જાગૃત કરી રહ્યો છે. તેનું કહેવું છે કે આજે દુનિયામાં સાઇબર ક્રાઇમ એ હદે આગળ પહોંચી ગયું છે કે એવો દરેક માણસ જે ઇન્ટરનેટની દુનિયામાં સક્રિય છે તેણે ખૂબ જ ચેતીને ચાલવાની જરૃર છે. તે સાઇબર સિક્યોરિટી વિશે અવારનવાર બધાને જણાવતો અને સમજાવતો રહે છે.

💟  રુબેન માત્ર નવ વર્ષની ઉંમરે ભારતનો સૌથી નાનો સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ પણ છે. તેમજ એપ ડેવલપર પણ છે. તેને નવી નવી એપ ડેવલપ કરવાનો ખૂબ શોખ છે અને આ માટે તે હંમેશાં કાર્યરત રહે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.