🔵 ચિંકારા દક્ષિણ એશિયામાં જોવા મળતું પ્રાણી છે. તે દેખાવે હરણ જેવું લાગે છે. આ પ્રાણી ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન તેમજ ઇરાનમાં મોટેભાગે જોવા મળે છે. એમ કહી શકાય કે આ દેશો તેની જન્મભૂમિ અને માતૃભૂમિ છે.
🔵 દેખાવે હરણ જેવું લાગતું ચિંકારા કદકાઠીમાં પણ એવડું જ હોય છે. તેની ઊંચાઇ ૬૫ સેન્ટીમીટર મતલબ કે ૨૫થી ૨૬ ઈંચ હોય છે. જ્યારે તેનું વજન ૨૩ કિલોગ્રામ જેટલું થતું હોય છે.
🔵 ચિંકારાનો જન્મ થાય છે તે સમયે તેનું વજન એક કિલોગ્રામ જેટલું હોય છે. જે બાદમાં ૨૬ કિલોની આસપાસ પહોંચે છે.
🔵 સ્વભાવે ચિંકારા ખૂબ જ શાંત અને શરમાળ હોય છે. તેને માનવ વસતી પસંદ નથી હોતી, તેથી બને ત્યાં સુધી તે નિર્જન જગ્યાઓ ઉપર વધારે રહેવાનું પસંદ કરે છે. આ પ્રાણી ટોળામાં પણ ઓછું જોવા મળે છે. તે કોઇક જ વાર એક સાથે વધારેમાં વધારે આઠ ચિંકારાનું ટોળું બનાવીને ફરતા જોવા મળે છે. બાકી આ પ્રાણી તેનું ભોજન શોધવા પણ એકલા જવાનું પસંદ કરે છે.
🔵 ચિંકારા ઠંડીની સીઝનમાં ભૂરા રંગનું લાગે છે, જ્યારે ગરમીમાં તે રાખોડી કલરનું લાગે છે. જ્યારે તેના પેટનો ભાગ સફેદ કલરનો હોય છે.
🔵 ચિંકારા સુકા ઘાસના મેદાનો તેમજ રણપ્રદેશમાં વધારે જોવા મળે છે.
🔵 જોકે હાલ ચિંકારાની વસતી ઓછી થતી જાય છે, પ્રદૂષિત પર્યાવરણના કારણે આ પ્રાણીની વસતી દિવસે ને દિવસે ઘટતી જાય છે, વર્ષ ૨૦૦૧માં ભારતમાં તેમની વસતી એક લાખ હતી, જે બે વર્ષ બાદ એંશી હજાર થઇ ગઇ હતી.
🔵 આ પ્રાણી સ્વભાવે શાંત છે, પરંતુ રણમાં તે નીલ ગાય, બ્લેકઅગ, ચારસિંઘા, તેમજ વન્ય બકરીઓ સાથે ઘણીવાર ફરતું જોવા મળે છે.
🔵 નર ચિંકારા અને તેની માદા વર્ષમાં એક વાર મળે છે.
🔵 આ પ્રાણી ચિત્તા, દિપડા અને બંગાળી વાઘનું મનપસંદ ભોજન છે. જંગલના આ પ્રાણીઓ તેના માટે ભયજનક છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.