આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 13 July 2017

♥ રણનું વહાણ : ઊંટ ♥



👉🏻 ઊંટ રણપ્રદેશનું જાણીતું પ્રાણી છે. વિષમ વાતાવરણમાં રહેતા ઊંટ ઘણી વિશિષ્ટતા ધરાવે છે. આપણામાં કહેવત છે કે ઊંટના અઢાર વાંકા પરંતુ તેના શરીરની રચના જ તેને રણપ્રદેશમાં જીવિત રાખે છે.

🌟 ઊંટના પગ લાંબા હોવાથી તેનું શરીર જમીનની ગરમીથી ઘણું દૂર રહે છે અને ડોક લાંબી હોવાથી મગજ તો જમીનથી ઘણી ઊંચાઈએ રહે છે તેથી જમીનની ગરમીની અસર ઓછી થાય છે.

🌟 ઊંટને પીઠ પર ખૂંધ હોય છે. ગોબીના રણમાં થતા ઊંટને બે ખૂંધ હોય છે. ખૂંધમાં પાણીનો સંગ્રહ થતો હોવાની વાત ખોટી છે. તેમાં શરીરની વધારાની ચરબી સંગ્રહ થાય છે.

🌟 ઊંટના પગના તળિયા ગાદીવાળા હોય છે તેનાથી તે રેતીમાં પણ ૬૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.

🌟 ગરમી, પવન અને ઊડતી રેતીથી બચવા ઊંટની આંખ પર બે પોપચાં હોય છે અને કાન ઉપર વાળ હોય છે.

🌟 ઊંટ શાકાહારી છે અને તે લગભગ બધી જ વનસ્પતિ ખાય છે.

🌟 બેકટ્રીયન ઊંટના શરીર પર ઠંડીથી બચવા શિયાળામાં ભરચક વાળ ઊગે છે. ઉનાળામાં આ વાળ ખરી પડે છે અને તેની લીસી ચામડી સૂર્યપ્રકાશનું પરાવર્તન કરી ગરમીમાં રાહત આપે છે.
 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.