વિશ્વમાં એવી ઘણી જગ્યાઓ છે, જયાં જવું તે મોતને આમંત્રણ આપવા જેવું છે. અહીં જરા પણ ચૂક થાય તો જીવ પણ જઈ શકે છે. કોઈ જગ્યા બહુ ગરમ છે, તો કોઈ બહુ જ ઠંડી. ક્યાંક ઘણા ખતરનાક છોડવા છે, તો ક્યાંક એક્ટિવ વોલ્કેનોમાંથી આગ નીકળે છે. અહીં જવા માટે અત્યંત સજાગ રહેવું પડે છે. તેમ છતાં, આમાંથી ઘણી જગ્યા હોટ ટૂરિઝમ ડેસ્ટીનેશન પણ છે, પરંતુ તેમ છતાં ત્યાં ન જવાની સલાહ આપવામાં આવે છે. આવો જાણીયે આવી જ ખતરનાક જગ્યાઓ અંગે...
ડેથ વેલી
- પાણી વગરની જિંદગી માત્ર 14 કલાકની જ.
- અમેરિકાની આ ડેથ વેલીમાં ટેમ્પરેચર જબરદસ્ત ઊંચું રહે છે. 56.7 ડિગ્રી સેલ્સિયસમાં લોકો માટે અહીંથી પસાર થવું અત્યંત મુશ્કેલ છે.
- સૂરજનો તાપ ખતરનાક હોય છે. અહીં માણસ પાણી વગર માત્ર 14 કલાક જ જીવિત રહી શકે છે.
આફ્રિકાના આ ડેઝર્ટમાં ટેમ્પરેચર 50 ડિગ્રી સેલ્સિયસ હોય છે. અહીં ચારેય તરફ એક્ટિવ વોલ્કેનો છે. અહીં ગમે ત્યારે કંઇ પણ થઈ શકે છે. અહીં ગાઇડ વગર કોઈ એકલું જઈ શકતું નથી.
માઉન્ટ વોશિંગ્ટન બહુ જ ખતરનાક છે. અહીં 327 km/hની ઝડપે ઠંડી હવા ફૂંકાય છે. અહીં ટેમ્પરેચર માઈનસ 40 ડિગ્રી સેલ્સિયસ રહે છે અને સતત સ્નોફોલ થતો રહે છે. કહેવામાં આવે છે કે અહીં માઉન્ટ એવરેસ્ટમાં જેવું ફીલ થાય છે.
આ એક્ટિવ વોલ્કેનો ઈન્ડોનેશિયાનાં સુમાત્રામાં છે. તેમાં લાવા સતત ધગધગતો રહે છે. જેમાંથી વોલ્કેનિક ગેસ અને પથ્થર નિકળતા રહે છે. અહીંથી નિકળતી રાખ 2500 મીટર સુધી ફેલાતી હોય છે. જેને કારણે આસપાસનાં વિસ્તાર અને ટાઉન લાવાથી ઢંકાઈ છે.
બ્રાઝિલનો સ્નેક આઈલેન્ડ બહુ જ ખતરનાક છે. આ જગ્યા ઝેરીલા સાપથી ભરેલી છે. રિસર્ચ અનુસાર, અહીં દર 10 સ્કેવર ફૂટે 5 સાપ હોય છે.
બોલિવિયાનો આ નેશનલ પાર્ક જોવામાં બહુ જ સુંદર છે. પણ, રિયલમાં આ બહુ જ ખતરનાક છે. અહીં અત્યંત ખતરનાક જીવજંતુ અને જાનવર રહે છે. અહીંના પ્લાન્ટ્સ પણ જીવલેણ છે. અહીં ફરતી વખતે જરા પણ છોલાય કે ચીરો પડે અથવા કોઇ નાનું જીવડું પણ કરડે તો હાલત ગંભીર થઈ શકે ને ક્યારેક તો જીવ જતો રહે.
રશિયાના કામચટકા પેનિનસુલાને વેલી ઓફ ડેથ કહેવામાં આવે છે. આ વિસ્તારમાંથી ખતરનાક ગેસ નિકળતો રહે છે. આ ગેસ બધી જ વસ્તુ પર અસર કરે છે. પ્લાન્ટ્સ અને જાનવર તો તરત જ મરી જાય છે. માણસ આ ગેસના કોન્ટેક્ટ માં આવતા જ જબરદસ્ત તાવ, ઠંડીનો શિકાર બને છે. જરા પણ ભૂલથી જીવ જઈ શકે છે.
આ અમેરિકાનું માર્શલ આઈલેંડ છે. જોવામા તે શાનદાર હોટ ડેસ્ટિનેશન છે, પણ અહીંનું પાણી ઝેરીલું છે. ખરેખર, આ જગ્યા ન્યૂક્લિયર પ્રોગ્રામો માટે ટેસ્ટિંગ પ્લેસ છે. એટલે તે ખતરનાક છે. અહીં રહેવાવાળા લોકોને અહીંયાથી હટાવી અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. કારણ કે, કેન્સર ફેલાવા લાગ્યું હતું.
ઈથોપિયાનો અફાર વિસ્તાર બહુ જ ખતરનાક છે. અહીંનો એરતા આલે વોલ્કેનો સતત ધગધગતો રહે છે. આ વિસ્તારમાં નાના-નાના ભૂકંપ આવતા રહે છે. આ
વોલ્કેનોમાં બે લાવા ક્રેટર છે. આ લાવાનો પ્રવાહ સતત બદલાતો રહે છે અને ધરતી હલતી રહે છે.
તાન્ઝાનિયાનું આ લેક જોવામાં બહુ જ સુંદર છે, પણ તે વધારે ખતરનાક છે. તેનું પાણી એટલું ખતરનાક છે કે તેના કોન્ટેક્ટમાં આવતાં જ માણસનું મોત થઈ જોય છે. આથી અહીં સ્વિમિંગ પર પ્રતિબંધ છે. અહીં હાઈડ્રોજન સલ્ફાઇડની એટલી સખત ગંધ આવે છે. ત્યાં ઊભા પણ રહેવું મુશ્કેલ છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.