♥ હાથીની મુખ્ય બે જાત એશિયન અને આફ્રિકન છે. આફ્રિકન હાથીના કાન એશિયન કરતાં ત્રણ ગણા મોટા હોય છે.
♥ હાથીના કાન શરીરનું તાપમાન જાળવવાનું કામ કરે છે. પરંતુ આફ્રિકન હાથી બીજા હાથીને સંદેશો આપવા પણ કાન હલાવે છે.
♥ હાથી એક દિવસમાં ૩૦૦ લીટર જેટલું પાણી પીએ છે.
♥ હાથી પાણીની ગંધ ૩ કિલોમીટર દૂરથી પારખી શકે છે.
♥ હાથી એકમાત્ર એવું પ્રાણી છે કે જે કૂદકા મારી શકતું નથી.
♥ હાથી આટલા મોટા કાન હોવા છતાં અવાજ સાંભળવામાં નબળા હોય છે.
♥ હાથી પગના તળિયા વડે જમીનની ધ્રુજારી પરથી દૂર થતા અવાજ સાંભળી શકે છે.
♥ હાથી બહુ ઉંઘ લેતા નથી. રાત્રે ઊભા ઊભા જ ઉંઘ ખેંચી લે છે.
♥ હાથીની સૂંઢમાં હાડકાં હોતા નથી પરંતુ દોઢ લાખ જેટલા સ્નાયુઓ હોય છે. તેની ચામડી એક ઇંચ જાડી હોય છે.
♥ હાથીની સૂંઢના છેડે આંગળી જેવો બહાર નીકળેલો અવયવ હોય છે તેના દ્વારા તે ખંજવાળી શકે છે અને આંખો સાફ કરે છે.
♥ હાથીની સૂંઢના સ્નાયુઓ સંવેદનશીલ હોય છે. હાથી સૂંઢ વડે જમીન પર પડેલી સોય પણ ઉપાડી શકે છે.
♥ હાથી પાણીમાં લાંબા અંતર સુધી તરી શકે છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Wednesday 31 August 2016
♥ હાથી ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.