♠ ગોલ્ડફિશ સહિત મોટા ભાગની માછલીઓને આંખનાં પોપચાં હોતાં નથી.
♠ શાહમૃગની આંખ તેના મગજ કરતાં મોટી હોય છે.
♠ ઘણા માણસોને ભૂરી આંખો હોય છે. પરંતુ પ્રાણીઓમાં માત્ર બ્લેક લેમૂરને જ ભૂરી આંખ જોવા મળે છે.
♠ મધમાખીને માથામાં પાંચ આંખો હોય છે.
♠ કાચિંડા પોતાની બંને આંખ એક સાથે જુદી જુદી દિશામાં ફેરવી શકે છે.
♠ માણસો સામી વ્યકિતની આંખના હાવભાવ પારખી શકે છે. પ્રાણીઓમાં માત્ર કૂતરાને જ આવી શક્તિ છે. કૂતરા માણસની આંખોના હાવભાવ પારખી શકે છે.
♠ બિલાડીની આંખો પર ત્રણ પોપચાં હોય છે.
♠ તદ્દન અંધકારમાં ખૂલ્લી આંખે માત્ર કાળો રંગ દેખાય છે. વિજ્ઞાનીઓ તેને ' બ્રેનગ્રે' રંગ કહે છે.
♠ માણસની આંખની પાંપણો વારાફરતી ખરીને ૬૪ દિવસે નવી આવે છે.
♠ માણસની આંખ લીલા રંગની સૌથી વધુ છટાઓ પારખી શકે છે તેથી નાઈટ વિઝનના કાચ લીલા હોય છે.
♠ જાયન્ટ સ્કવીડ નામના જળચરની આંખ સૌથી મોટી વોલીબોલ જેટલી મોટી હોય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.