♣ આઠ પગવાળા ઓક્ટોપસ અજાયબ જળચર જીવ છે. સમુદ્રમાં ઓક્ટોપસની ૩૦૦ જેટલી જાત જોવા મળે છે.
♣ સમુદ્રના ઊંડા પાણીમાં માછલી જેવી પાંખોવાળા અને છીછરા દરિયાકિનારે કે પરવાળાના ટાપુમાં પાંખ વિનાના ઓક્ટોપસ હોય છે. ઓક્ટોપસના શરીરમાં હાડકાં હોતાં નથી. ઓક્ટોપસના ગોળાકાર માથામાં બે આંખો હોય છે. તેનું મોં પક્ષી જેવી સખત ચાંચનું બનેલું હોય છે.
♣ ઓક્ટોપસને ત્રણ હૃદય હોય છે.
♣ ઓક્ટોપસ જળચર જીવોમાં બુધ્ધિશાળી જીવ ગણાય છે. ઓક્ટોપસ ભયભીત થાય ત્યારે છૂપાઈ જવા માટે શરીરનો રંગ બદલી શકે છે. ઘણાં ઓક્ટોપસ શાર્કથી બચવા માટે પૂંછડીમાંથી ભૂરા રંગના પ્રવાહીનો ફુવારો છોડે છે અને આસપાસ ભૂરા રંગનું વાદળ રચી નાસી છૂટે છે.
♣ ઓક્ટોપસ ગરોળીની પૂંછડીની જેમ ભયભીત થાય ત્યારે તેના આઠ પગ છૂટા કરી ફેંકી દે છે. શિકારી શાર્ક તે પગ પાછળ દોડે છે અને ઓક્ટોપસ ભાગી જાય છે. તેના આઠ પગ ફરીવાર ઊગે છે. ઓક્ટોપસની દૃષ્ટિ ઘણી તીવ્ર હોય છે.
♣ ઓક્ટોપસની માદા બે લાખ ઈંડા એકસાથે મૂકે છે તેમાંથી થોડાંક જ બચ્ચાં જન્મે છે. ઓક્ટોપસ દોઢેક વર્ષનું આયુષ્ય ભોગવે છે.
♣ વિશ્વમાં સૌથી મોટું ઓક્ટોપસ જાયન્ટ પેસિફિક એન્ટરોક્ટોપસ છે.
♣ તેના પગ ૧૪ ફૂટ લાંબા હોય છે અને ૧૫ કિલો વજનના હોય છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Saturday 20 August 2016
♥ ઓક્ટોપસ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.