♣ સી ડ્રેગન નામ સાંભળીને કોઈ રાક્ષસી પ્રાણીની કલ્પના આવે . પરંતુ દરિયામાં જોવા મળતાં આ સીડ્રેગન નાનકડા અને કોમળ જીવ છે. પૃથ્વી પરના કેટલાંક પ્રાણીઓમાં રંગ બદલીને વાતાવરણમાં ભળી જવાની અદ્ભૂત ટેકનિક હોય છે. પણ સીડ્રેગન ડાળી અને પાનના બનેલા લીલા છોડ જેવું જ લાગે છે. બીજી માછલીઓ તેને છોડ સમજીને ખાવા આવે કે તરત શિકાર થઈ જાય છે.
♣ જળઘોડા જેવા દેખાતા સીડ્રેગન ઓસ્ટ્રેલિયાના દરિયામાં જોવા મળે છે.
♣ સીડ્રેગનનું શરીર લીલા રંગનું હોય છે. અને તેની પર ઊગેલા ડાળી અને પાન પીળા કે લીલા રંગના હોય છે. ડાળી અને પાનની વચ્ચે તેનું સૂંઢ જેવું લાંબુ મોં છૂપાયેલું હોય છે.
♣ સીડ્રેગનના ડાળી પાન ૧૪ ઇંચ થી ૧૮ ઇંચ લાંબા હોય છે.
♣ સીડ્રેગનની બીજી વિશેષતા પણ છે, માદા સીડ્રેગન નરની પૂંછડીની કોથળીમાં ઇંડા મૂકે છે. અને નરસીડ્રેગન તેને જન્મ આપે છે.
♣ સીડ્રેગન દરિયામાં નાના જીવોનો શિકાર કરે છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Wednesday, 6 July 2016
♥ વનસ્પતિના છોડ જેવું જળચર - સી ડ્રેગન ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.