આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 6 July 2016

♥ ભેજવાળા વાતાવરણમાં પરસેવો કેમ વધુ થાય છે? ♥


ચોમાસાના દિવસોમાં હવામાં ભેજ વધુ હોય અને આકાશ વાદળછાયું હોય ત્યારે ગરમી ઓછી હોવા છતાંય બફારો થાય છે અને શરીર પર પરસેવો વધુ વળે છે. પરસેવાનું મુખ્ય કામ બાષ્પીભવન થઈ શરીરનું તાપમાન જાળવી રાખવાનું છે. પરસેવો વળે એટલે શરીરનું તાપમાન ઘટે. પરંતુ બાષ્પીભવનનો આધાર વાતાવરણની હવા ઉપર છે.

હવામાં પહેલેથી જ ભેજ કે પાણી વધુ હોય તો શરીર પરનો પરસેવો બાષ્પીભવન થઈ હવામાં ભળે નહીં. ભેજવાળા વાતાવરણમાં કપડાં સૂકાતાં પણ વાર લાગે. બફારાને કારણે પરસેવાની પ્રક્રિયા ચાલુ જ હોય છે. પણ તેનું બાષ્પીભવન થતું ન હોવાથી શરીર પર જ રહે છે અને આપણને પરસેવો વધુ થતો હોય તેવો અનુભવ થાય છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.