આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 8 July 2016

♥ રાઉટર ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની 5 બાબતો ♥



અત્યારે વાઇ-ફાઇ કનેક્ટિવિટી આપણા ડિજીટલ અને સામાજિક જીવનનો એક મહત્વપૂર્ણ ભાગી બની ગઇ છે, ઘરમાં કે ઓફિસમાં ઇન્ટરનેટથી જોડાવવા માટે આપણે વાઇ-ફાઇનો ખાસ યૂઝ કરીએ છીએ, પણ આ માટે સૌથી બેસિક બાબત છે યોગ્ય રાઉટર હોવું, જો રાઉટર બરાબર નહીં હોય તો કનેક્ટિવિટી મિસ થવાનો પ્રોબ્લમ રહેશે.

માર્કેટમાં ઘણીબધી કંપનીઓના રાઉટર મળે છે, જો તમે યોગ્ય રાઉટર ખરીદવા માગતા હોય તો કેટલાક બેસિક પૉઇન્ટને ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે, નહીં તો ડીલ મિસ થઇ શકે છે.

802.11n સ્ટાન્ડર્ડ

એવા કેટલાય નેટવર્ક બેન્ડ છે જે વાઇ-ફાઇ રાઉટર્સ અને વાયરલેસ ડિવાઇસને સપોર્ટે કરતા હોય છે, પણ તેમાં બેસ્ટ 802.11n સ્ટાન્ડર્ડ છે. આ 802.11n સ્ટાન્ડર્ડ બેન્ડ દરેક ઇન્ટરનેટ પ્રોવાઇડર દ્વારા સપોર્ટેડ હોય છે, આ બેન્ડને તમે દેશમાં ગમે ત્યાં યૂઝ કરી શકો છો.




300 MBps સ્પીડ

રાઉટર માટે સૌથી મહત્વની છે સ્પીડ કેપેસિટી, જો તમે નવું રાઉટર ખરીદતા હોય તો ખાસ ધ્યાન રાખો, એવા રાઉટરને ખરીદો જે ઓછામાં ઓછી 300 MBpsની સ્પીડ હેન્ડલ કરી શકે. અત્યારે તમારી ઇન્ટરનેટની સ્પીડ ઓછી હોઇ શકે છે પણ ભવિષ્યમાં વધે તો અપગ્રેડ રાઉટર તૈયાર હોવું જરૂરી છે.




મૉડલ લગાડેલું હોય

તમે જુનુ રાઉટર હટાવીને નવું રાઉટર લગાડવા ઇચ્છતા હોય તો, યાદ રહે કે એવું રાઉટર ખરીદો જેમાં ઇન-બિલ્ટ મૉડલ લાગેલું હોય. જેથી કનેક્ટિવિટી સારી મળી રહે.




એડિશનલ ફિચર્સ

રાઉટરની ખરીદી વખતે એડિશનલ ફિચર્સની ચકાસણી કરી લેવી જરૂરી છે. જો તમે એક સારા રાઉટરની ખરીદી કરવા માગતા હોય તો, એકવાર રોકાણ કરી એડવાન્સ ફિચર્ડ રાઉટર જ ખરીદો. જેમાં યુએસબી પોર્ટ અને એકસ્ટ્રા સેટિંગ્સ હોય, જેથી તમને વારંવાર અપગ્રેડ કરવાની જરૂર ના પડે.




સિક્યુરિટી કનેક્ટિવિટી

હંમેશા એવુ જ રાઉટર ખરીદો જેમાં પુરેપુરી સિક્યુરિટી ફિચર્સ મળે. સૌથી જરૂરી પાસવર્ડ પ્રોટેક્શન હોય છે જેમાં તમારી ઇન્ટરનેટની સુવિધાનો લાભ અન્ય યૂઝર ના ઉઠાવે. રાઉટર માટે સિક્યુરિટી સૌથી વધુ જરૂરી છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.