♥ વિશ્વનાં 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 13 ભારતમાં ♥
અમદાવાદ તા. 5 જૂન, 2015
→ રાજધાની દિલ્હી સહિત દેશનાં 13 શહેર વિશ્વનાં સૌથી પ્રદૂષિત 20 શહેરોમાં સામેલ છે. જ્યારે આ યાદીમાં ચીનનાં માત્ર ત્રણ શહેરોનાં નામ છે. ભારતમાં હવા પ્રદૂષણે આ શહેરોમાં વસતા 66 કરોડ ભારતીયોની આયુષ્ય 3.2 વર્ષ ઘટાડી દીધું છે. જ્યારે ગંગા અને યમુનાને વિશ્વની 10 પ્રદૂષિત નદીઓની યાદીમાં સ્થાન મળ્યું છે. જ્યારે ગુજરાતની વાપી અને ઓરિસ્સાની સુર્કિડાને વિશ્વની 10 મોસ્ટ એનવાયરમેન્ટલી ડીગ્રેડેડ જોનની યાદીમાં સામેલ કરવામાં આવી છે.
→ આજથી એક દાયકા પહેલા ભારત અને ચીનમાં પ્રદૂષણ એક સમાન હતું, પરંતુ આ દસ વર્ષમાં જ્યા ચીને તેમની ઘણી નદીઓને સાફ કરી છે, ત્યારે ભારતમાં આ તરફ કોઈ ખાસ ધ્યાન નથી આપવામાં આવ્યું. વર્ષ 2000થી અત્યાર સુધી બેઈઝિંગમાં વાયુ પ્રદૂષણ 40 ટકા ઘટ્યું છે, જ્યારે દિલ્હીમાં આ સમયગાળામાં 20 ટકા સુધી વધી ગયું છે. દિલ્હીની એક એનજીઓ સેન્ટર ફોર સાઈન્સ એન્ડ એનવારમેન્ટનાં એક રિપોર્ટ પ્રમાણે દેશનું એનવાયર્નમેન્ટલ સ્ટાન્ડર્ડ પ્રદૂષિત નદીઓનાં કારણે ઘટી રહ્યું છે.
→ આ દે વિશ્વનાં ટોપ 5 પ્રદૂષિત શહેર....
દિલ્હી - ભારત
બેઈઝિંગ - ચીન
સેંટિયાગો - ચીલ
મેક્સિકો સિટી - મેક્સિકો
કાયરો - ઈજિપ્ત
→ આ છે વિશ્વની ટોપ 5 પ્રદૂષિત નદીઓ....
ગંગા - ભારત
યેલો નદી - ચીન
યમુના - ભારત
સિટારમ રિવર - ઈન્ડોનેશિયા
મિસિસિપ્પી રિવર - અમેરિકા
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.