♥ સમુદ્રમાં જાતજાતના આકારની રંગબેરંગી માછલીઓ અને જળચરો જોવા મળે. માછલીઓનું સૌંદર્ય અનુપમ હોય છે. તેમાંય સ્ટારફિશની વાત સાવ જુદી, અનેક રંગ, આકાર અને કદ ધરાવતી ૨૦૦૦ જાતની સ્ટારફિશ થાય છે. સ્ટાર ફિશ તેના નામ પ્રમાણે તારા આકારની હોય છે. સામાન્ય રીતે સ્ટારફિશને પાંચ પગ હોય છે.જોકે ૪૦ પગવાળી સનસ્ટારફિશ પણ જોવા મળે છે. સ્ટારફિશ પગમાં રહેલા ખાસ કોશો દ્વારા પાણીમાંથી ઓક્સિજન મેળવે છે.
♥ સ્ટારફિશની બીજી ખાસિયતો પણ જાણવા જેવી છે. તેનું શરીર કાંટાદાર અને બરછટ હોય છે. સ્ટારફિશનો પગ કપાઇ જાય તો નવો ઉગે છે. સ્ટારફિશના શરીરમાં લોહી હોતું નથી. પણ દરિયાનું પાણી ભરેલું હોય છે. સ્ટારફિશના દરેક પગ ઉપર આંખ હોય છે. તેની ખોરાક લેવાની રીત અજબની છે. તે નાના જીવને પાંચ પગ વડે પકડી વચ્ચે મોં સુધી લાવે છે અને મોમાંથી હોજરી બહાર કાઢીને ખોરાક તેમાં પધરાવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.