→ બે આંગળી દ્વારા અંગ્રેજી 'વી' આકાર બનાવીને વિજયની નિશાની દર્શાવવાનો રિવાજ વિશ્વભરમાં છે. હાથ અને આંગળીઓની સાંકેતિક ભાષા પ્રાચીન કાળથી ચાલી આવે છે. વિવિધ સંસ્કૃતિઓમાં આંગળીની મુદ્રાઓનો વિવિધ પ્રકારે સંદેશાવહનમાં ઉપયોગ થતો આવ્યો છે પણ વી ફોર વિક્ટરીનું સુચન આંતરરાષ્ટ્રીય બની ગયું છે.
→ 'વી' ફોર વિક્ટરીની શરૃઆત બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ચર્ચિલે કરી હતી. બીજા વિશ્વયુધ્ધમાં બેલ્જિયમના નેતા વિક્ટર ઓગસ્ટે વી આકારની નિશાની સાથેના પોસ્ટરો જાહેર સ્થળોએ ચોડી વિજયોત્સાહ મનાવ્યો હતો. જોગાનુજોગ તેનું નામ પણ વિક્ટર હતું. ચર્ચિલે આ નિશાનીને વિશ્વભરમાં ફેલાવી. ૧૯૪૦ પછી વિશ્વના મોટા ભાગના નેતાઓ ચૂંટણીમાં વિજય માટે આ નિશાની સાથે પ્રભુનું અભિવાદન કરે છે.
→ વી ફોર વિક્ટરીની નિશાની હાથનો પંજો બહારની તરફ રહે એટલે કે લોકો તરફ રહે તે રીતે પ્રથમ બે આંગળીઓ પહોળી કરીને 'વી' આકાર દર્શાવવાનો સામાન્ય નિયમ છે. યુરોપના દેશોમાં હાથો પંજો પોતાની તરફ રાખી 'વી' આકાર બતાવવાથી સામે વાળાનું અપમાન થાય છે તેમ મનાય છે. ૧૯૯૨માં અમેરિકાના પ્રમુખ બુશે આવી ભૂલ કરેલી અને પાછળથી જાહેરમાં માફી માગવી પડેલી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.