આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 9 September 2014

♥ વન઼સ્પતિની અદભુત ભેટ - રબર ♥

વનસ્પતિ માણસ અને પ્રાણીઓ માટે સીધા ખોરાક તરીકે ઉપયોગી તો છે જ પરંતુ આ સિવાય માણસજાત માટે ઉપયોગી એવી કેટલીક ઔષધિઓ, ગુંદર, સુગંધી દ્રવ્યો પણ વનસ્પતિએ
આપેલી ભેટ છે. તેમાંય રબર તો સૌથી અદભુત અને ઉપયોગી ભેટ છે. રબર શબ્દ સાંભળીને પેન્સિલના ડાઘ ભૂંસવાનું રબર, ટાયર ટયૂબ, રબર બેન્ડ, બલૂન વગેરે યાદ આવે. ખેંચાઈને કે દબાઈને પાછું મૂળ સ્થિતિમાં આવતું જતું રબર માણસના હજારો ઉપયોગમાં આવે છે.

¶ સ્થિતિસ્થાપકતા એ દ્રવ્યનો કુદરતી ગુણ છે. તમે
જાણો છો કે માણસ રબરનો ઉપયોગ એક હજાર વર્ષ પહેલાંય કરતો હતો.

¶ કુદરતી રબર એક પ્રકારના વૃક્ષમાંથી મળે છે.
વનસ્પતિ જગતમાં ૨૦૦ જેટલાં વૃક્ષોની જાત
એવી છે કે જેના થડ અને ડાળીઓમાં રબરનો રસ
ભરેલો છે. આવા ઝાડના થડમાં છરી વડે ઊંડો છેદ
મૂકો તો તેમાંથી સફેદ ચીકણું દ્રવ્ય બહાર નીકળે. આ રસને લેટેક્સ કહે છે. હજાર વર્ષ અગાઉ
અમેરિકામાં આદિવાસી લોકો લેટેક્સમાંથી વોટરપ્રૂફ કપડાં અને બૂટ બનાવતા. અમેરિકા ઉપરાંત બ્રાઝિલ, ચીન, ઈન્ડોનેશિયા અને
વિયેટનામમાં રબરનાં પુષ્કળ ઝાડ થાય છે.

¶ રબરના વૃક્ષમાંથી નીકળતા લેટેક્સમાંથી સીધું રબર બનતું નથી. ચીકણા દૂધ જેવા દેખાતા લેટેક્સમાં પાણી હોય છે અને તેમાં સફેદ સ્થિતિસ્થાપક તાંતણાઓ તરતા હોય છે.

¶ લેટેક્સને ઊંચા તાપમાને ઊકાળી તેમાં સલ્ફર ભેળવીને ઠારીને રબર મેળવાય છે. વિવિધ જાતના રબર બનાવવા જુદી જુદી પ્રક્રિયાઓ હોય છે.
રબર હળવું છે, સ્થિતિસ્થાપક છે, વોટરપ્રૂફ છે અને
ગરમી તેમજ વીજળીનું અવાહક હોવાથી તેના આપણા રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુઓમાં હજારો ઉપયોગ થાય છે.

¶ રબરનો સૌથી વધુ ઉપયોગ વાહનોના ટાયર અને ટયૂબમાં થાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.