આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 11 September 2014

♥ જો જો ચોંકી ન જતાં ♥

→ 1787 માં અમેરિકન એન્જિનિયર જહોન ફિચે વહાણમાં વરાળનું એન્જિન લગાડ્યું એ પછી જહાજોમાં વરાળનો ઉપયોગ શરૂ થયો.વરાળથી ચાલતાં જહાજો આઠ કિમી દર કલાકની ઝડપે ચાલતાં હતાં.તેમાં 6 હલેસાં હતાં.

→ 1897 માં અમેરિકાના બોસ્ટનમાં ત્રણ પૈડાની સૌથી મોટી સાઇકલ બની. 2000 પાઉન્ડ વજનની આ સાઇકલનું દરેક પૈડું  11 ફૂટનું હતું.આ સાઇકલમાં એકસાથે 8 વ્યક્તિ બેસી શકતી.

→ વિશ્વનું સૌથી ઊંચું પહાડી મેદાન મધ્ય એશિયાના તિબેટનું પહાડી મેદાન છે.જે 77 હજાર ચોરસ માઇલમાં ફેલાયેલું છે અને તેની સરેરાશ ઊંચાઇ 16 હજાર ફૂટ છે.

→ વિશ્વની સૌથી મોટી જેલ રશિયામાં ખારખોવ જેલ છે જ્યાં એકસાથે 40 હજાર કેદીઓને રાખવાની વ્યવસ્થા છે.સૌથી નાની જેલ સાર્ક ટાપુમાં છે જ્યાં માત્ર બે જ કેદીઓ રહી શકે છે.

→ ઉટાહમાં ( અમેરિકા) માં 100 ફૂટની ઊંચાઇએ બનેલો 291 ફૂટનો પુલ કોઇ કારીગરોએ નથી બનાવ્યો પણ એનું નિર્માણ કુદરતી રીતે થયું છે.
'Landscape Ark ' નામનાો આ પુલ વિશ્વનો સૌથી મોટો કુદરતી પુલ મનાય છે.

→ ચણોઠી કદમાં નાની-મોટી હોય શકે પણ તેનું વજન એકસરખુંજ હોય છે.

→ ઇસુ પૂર્વે 1150 વર્ષ પહેલાં ચીની રાજાઓએ
પક્ષીઓ,હરણ અને માછલીનું સંગ્રહસ્થાન બનાવ્યું હતું.એ વખતથી પ્રાણીસંગ્રહાલ઼ની શરૂઆત થઇ હોવાનું મનાય છે.આમ,જનતા માટે પહેલું ઝું 1793માં પેરિસમાં બંધાવાયું.

→ મેલેરિયા નામનો રોગ મચ્છરોથી થાય છે - આવી શોધ રોનાલ્ડ રોસ નામના વૈજ્ઞાનિકે 1902 માં કરી હતી.તેને આ શોધ બદલ એ વર્ષનું નોબેલ ઇનામ અપાયું હતું.

→ વિશ્વની સૌથી લાંબી નવલકથા 'લેસ હોમ્સ ડી બોને વોલોસ્તે' છે. ફ્રાન્સના જ્યુલ્સ રોમેન્સ ઉર્ફે લૂઇસ હેટ્રી જીન પેરી ગુલે 1932 - 1946 દરમિયાન 27 ભાગોમાં લખી હતી.

→ અમેરિકાના પાર્ક રેન્જર રોય 'ડ્રક્સ' સી.સુલીવન સાથે આશ્ચર્યજનક ઘટના ઘટી છે.1942 માં પ્રથમવાર તેની ઉપર વીજળી પડી ત્યારે પગના અંગૂઠાના નખ ઊખડી ગયાં.જુલાઇ 1969 માં બીજી વખત વીજળી પડી એટલે એનાં આંખનાં પોપચાના વાળ ઊડી ગયાં.એના પછીનાં વર્ષે ડાબો ખભો દાઝી ગયો.16 જૂન 1972 માં વીજળીનાં ચોથા પ્રહારમાં તેના માથાના વાળ બળી ગયાં. સી.સુલીવન આજે પણ અમેરિકામાં આનંદની જિંદગી જીવે છે.

→ 20 માર્ચ, 1971 માં વિલ્ટર શાયર (ઇંગ્લેન્ડ) ની એક વિદ્યાર્થીનીએ એકદમ નાનાં કાણાવાળી સોયમાં બે કલાકમાં 3795 વખત દોરો નાંખીને નવો વિક્રમ સ્થાપ્યો હતો જે આજ સુધી તૂટ્યો નથી.

→ વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ શિકાગો વિશ્વ વિદ્યાલય (અમેરિકા) ની વેધશાળામાં છે.1867 માં બનેલા આ ટેલિસ્કોપની લંબાઇ અધ..ધ..ધ..
62 ફૂટની છે.

→ રાત્રે આકાશમાં ટમટમતા તારા હકીકતે અગનગોળા સમાન છે.એક તારો કદમાં પૃથ્વી અને સૂર્યથી પણ મોટો હોય છે.તેમ છતાંય એ બહું નાના દેખાય છે તો વિચાર કરો કે એ પૃથ્વીથી કેટલાં દૂર હશે?

→ એક ઘટાટોપ ઝાડમાં હજારોની સંખ્યામાં પાંદડા હોય છે આવાં લાખો કરોડો ઝાડ વિશ્વમાં છે.કુદરતની કરામત ત્યાં છે કે કોઇ ઝાડનાં કે કોઇ એકસરખા ઝાડનાં કે પછી એક જ ઝાડમાં ક્યારેય એકસરખાં પાદડાં હોતા નથી.