♦ પૃથ્વી પરથી નરી આંખે દેખાતો આપણો પાડોશી ગ્રહ - શુક્ર ♦
સંધ્યા ટાણે ક્ષિતિજમાં દેખાતો તેજસ્વી શુક્ર
તારો જાણીતો છે. આ શુક્ર તારો એટલે આપણો પાડોશી ગ્રહ શુક્ર. શુક્ર સુંદર તો છે જ પણ સૌંદર્યનો દેવ ગણાય છે. શુક્ર ઉપર કાર્બન ડાયોક્સાઇડના સફેદ વાદળો સૂર્યપ્રકાશનું પુનરાવર્તન કરે છે
એટલે તે તેજસ્વી દેખાય છે.
શુક્ર પૃથ્વીના કદનો છે. તેને પૃથ્વીની બહેન
પણ કહે છે. શુક્ર ઉપર કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડના વાદળો છવાયેલા રહે છે એટલે તે સૂર્યની ગરમીનું વધુ શોષણ કરે છે. શુક્રની સપાટી ખૂબ જ ગરમ છે. ધાતુઓ પણ પીગળીને વહેવા માંડે. શુક્રની સપાટી પર અનેક જ્વાળામુખી પર્વતો છે તેની ખીણોમાં ધગધગતો લાવારસ
ખદબદતો હોય છે. શુક્ર પરના જ્વાળામુખીઓ એક
સરખા ઉંધા વાડકા આકારના હોય છે.
મેગેલન નામના સેટેલાઇટ દ્વારા શુક્રની સપાટીની નજીકથી અભ્યાસ થયેલો. આસપાસ છવાયેલા વાદળોના કારણે શુક્રની સપાટી કદી દેખાતી નથી પરંતુ મેગેલનનાં રડાર પદ્ધતિથી તેની તસવીરો લેવાઈ હતી. આ તસવીરોમાં સપાટીનું રૌદ્ર સ્વરૃપ દેખાય છે તેમાં જ્વાળામુખીઓ અને ધગધગતા લાવાના ખાબોચિયા અને વ્હેલ દેખાય છે.
→ શુક્રનો વ્યાસ ૧૨૧૦૦ કિલોમીટર છે.
→ તે આપણા ૨૨૫ દિવસમાં સૂર્યની એક પ્રદક્ષિણા કરે છે.
→ શુક્રને એક પણ ચંદ્ર નથી અને ચુંબકીય ક્ષેત્ર પણ નથી.
→ શુક્ર પોતાની ધરી પર સૌથી ઓછી ઝડપે ફરે છે.
→ આપણા ૨૪૩ દિવસ થાય ત્યારે શુક્રનો એક દિવસ થાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.