આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 6 September 2014

♥ એલન બ્લ્યૂમલીન ♥

¶  સ્ટિરયોનો શોધક - એલન બ્લ્યૂમલીન ¶

સંગીત અને ફિલ્મોમાં સ્ટિરીયો સાઉન્ડ જાણીતી ટેકનિક છે. સ્ટિરીયો સિસ્ટમ દ્વારા બે કે વધુ ચેનલો દ્વારા વિવિધ દિશામાં સ્પીકર ગોઠવીને દિશાનું
પરિમાણ મેળવાય છે. સ્ટિરીયોમાં ઘણી બધી ટેકનિક છે અને ફિલ્મો તેમજ સંગીત પ્રસારણમાં તેનો ઉપયોગ વધુ અસર ઉપજાવે છે. બે
વેલોસીટી માઇક્રોફોનવાળી સિસ્ટમને 'બ્લ્યૂમલીન પેર' કહે છે,

સ્ટિરીયોની શોધ એલન બ્લ્યૂમલીન નામના વિજ્ઞાાનીએ કરેલી. અવાજ અને રેકોર્િંડગ ક્ષેત્રે આ વિજ્ઞાાનીએ અસંખ્ય શોધો કરી હતી.
૧૨૮ જેટલી શોધો કરીને તે તેના જમાનાનો સૌથી મોટો શોધક બન્યો હતો.

એલન બ્લ્યૂમલીનનો જન્મ ઈ.સ. ૧૯૦૩ના જૂન માસની ૨૯ તારીખે લંડનના હેમ્પસ્ટીડ વિસ્તારમાં થયો હતો. લંડનની હાઇગેટ શાળામાં પ્રાથમિક અભ્યાસ કર્યા પછી ગિલ્ડાસ કોલેજમાં વધુ
અભ્યાસાર્થે દાખલ થયેલો. ભણવામાં તે
હોંશિયાર હતો. ૧૯૨૧માં ફર્સ્ટ કલાસ મેળવીને તે બીએસસી થયો હતો. અભ્યાસ પૂરો કર્યા પછી તેણે વેસ્ટર્ન ઇલેકટ્રિક કંપનીમાં અને ત્યાર બાદ સ્ટાન્ડર્ડ
ટેલિફોન કંપનીમાં એન્જિનયર તરીકે કામ કર્યું. નોકરી દરમિયાન તેણે સંશોધન પણ કર્યા. માણસ બંને કાનથી વિવિધ દિશામાંથી અવાજ સાંભળે છે ત્યારે તે અવાજની દિશાનું પણ જ્ઞાાન થય છે તે
અંગે અભ્યાસ કરીને તેણે સ્ટિરિયો સાઉન્ડ
સિસ્ટમ વિકસાવી.

૧૯૨૯માં કોલંબિયા ગ્રામોફોન કંપનીમાં જોડાયો.
ટૂંકા ગાળાની કારકિર્દીમાં તેણે સ્ટિરિયો, અલ્ટ્રા લાઇનર એમ્પ્લીફાયર ઉપરાંત વિમાનના રડારને
લગતી સંખ્યાબંધ શોધો કરી. વિમાનમાં રડારની શોધનાં પરીક્ષણ દરમિયાન વિમાન તૂટી પડતાં ૧૯૪૨ના ૭મી જૂનના રોજ ૩૮ વર્ષની ઉંમરે આ
પ્રતિભાશાળી વિજ્ઞાાનીનું અકાળે અવસાન થયેલું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.