GK BLOG
www.aashishbaleja.blogspot.com
→ અત્યાર સુધી તમે રૂપિયાના સિમ્બોલવાળો સિક્કા વાપર્યા હશે પરંતુ હવે તમે રૂપિયાના સિમ્બોલવાળી નોટ પણ વાપરી શકશો.
→ બજારના સુત્રોના જણાવ્યા પ્રમાણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં રૂપિયાના સિમ્બોલવાળી 10 રૂપિયાની નોટ બહાર પાડવાનું વિચારી રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ નોટ પણ મહાત્મા ગાંધી સિરિઝ-2005ની હશે. જેમાં નંબરવાળી બંને પટ્ટીઓ ઉપર અંગ્રેજીમાં ટી અક્ષર છપાશે.
આ નવી નોટો ઉપર RBI ના નવા ગવર્નર રઘુરામ રાજનના હસ્તાક્ષર રહેશે અને નોટ છાપવાનું વર્ષ 2014 રહેશે. કેન્દ્રિય બેન્કે જણાવ્યું હતું કે આ નોટોની ડિઝાઇન પણ મહાત્મા ગાંધી સિરિઝ-2005 ની અન્ય નોટો જેવી જ હશે.
→ RBIએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, બેન્ક દ્વારા બહાર પાડવમાં આવેલી 10 રૂપિયાની જૂની નોટોને પણ માન્ય રાખવામાં આવશે.
→ ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા બેન્કે આજ સિરિઝમાં નંબર પટ્ટીમાં એમ અક્ષરવાળી નોટ બહાર પાડવાની ઘોષણા કરી હતી.
♥ રૂપિયા વિશે થોડુંક ♥
→ ભારતીય રૂપિયોએ ભારત નું રાષ્ટ્રીય ચલણ છે. જેનું નિયમન ભારતીય રિર્ઝવ બેંક કરે છે. આધુનીક રૂપીયાને ૧૦૦ પૈસામાં વિભાજીત કરવામાં આવ્યો છે.
→ ચલણની દ્રષ્ટીએ જોઇએ તો ૫, ૧૦, ૨૦, ૨૫ અને ૫૦ પૈસાનાં તથા ૧, ૨, ૫, ૧૦ રૂપિયાનાં સિક્કાઓ છે. અને ૫,૧૦,૨૦,૫૦,૧૦૦,૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાનીં નોટો ચલણમાં ચાલે છે.
→ રૂપિયાનું નવું ચિહ્ન દેવનાગરી લિપી "र" અને લેટીન "R" નું સંયોજન કરીને બનાવવામાં આવ્યું છે જે હવે આંતર રાષ્ટ્રીય બજારોમાં ભારતીય ચલણનું પ્રતિનીધીત્વ કરે છે.
♥ GK BLOG ♥
wwvw.aashishbaleja.blogspot.com
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.