÷ ♥ પહેલો 'શબ્દકોશ' કેવી રીતે બન્યો? ♥ ÷
ઝોન હેનરી મુરેને
ભણવામાં ખૂબ જ રસ હોવા છતાંય
એ આઠમા ધોરણ સુધી જ ભણી શક્યા.
વીસ વર્ષની ઉંમરમાં જ હેનરીને
લગભગ ૨૦ ભાષાઓનું જ્ઞાન હતું,
જેના કારણે ઇંગ્લેન્ડની 'ફિલોસોફિકલ
સોસાયટી'એ એમને 'ઓક્સફોર્ડ ઇંગ્લિશ
ડિક્શનરી' તૈયાર કરવાની જવાબદારી સોંપી. એની શરૃઆત ૧૮૫૭માં થઈ. હેનરીએ આ કામને ઝડપથી પૂરું કરવા માટે અનુમાન લગાવ્યું પણ એ મુશ્કેલ હતું. એક-એક શબ્દ પર કેટલાય મહિનાઓ
લાગી જતા.
૧૯૧૫માં હેનરીનું કામ અધૂરું
હતુંને તેમનું અવસાન થઈ ગયું. તેમણે ફક્ત 'ટી'
અક્ષર સુધીનું જ કામ કર્યું હતું.
૧૯૨૮ની સાલમાં એ કામ પૂરું થયું.
એમાં ૪,૧૪,૮૨૫ શબ્દ હતા. આ શબ્દકોશને
આપણે 'ડિક્શનરી'થી ઓળખીએ છીએ.
ડિક્શનરી શબ્દ લેટિન ભાષાના શબ્દ
'ડિક્શનરિયસ'થી બનેલો છે. એનો અર્થ છે,
'શબ્દોનો સમૂહ'.
ડિક્શનરીમાં દરેક શબ્દનું
સાચું ઉચ્ચારણ, અર્થ અને વ્યાકરણની નજરે
શબ્દનો પરિચય આપવામાં આવે છે.
દુનિયાનો પહેલો શબ્દકોશ અંગ્રેજ
વિદ્ધાન જોન ગાલેન્ડે લેટિન
ભાષામાં ૧૨૨૫માં તૈયાર કર્યો.
પહેલો બેભાષી શબ્દકોષ
૧૪૮૦માં વિલિયમ કેવસટને તૈયાર
કર્યો હતો, જે
અંગ્રેજી તથા ફ્રાન્સીસી ભાષામાં હતો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.