♠ સુફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનું
અજમેર ♠
* અજમેર રાજસ્થાનના મધ્યમાં આવેલું
શહેર છે.
* તેની આસપાસ અરવલ્લીની પર્વતમાળા
આવેલી છે.
* અજમેરનું સૌથીમોટું આકર્ષણ ત્યાં આવેલી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની મજાર
(કબર) શરીફ છે. દર વર્ષે લાખો લોકો તેની મુલાકાત લે છે.
* દેશના ખૂણેખૂણેથી લોકો માનતા માનવા ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર આવે છે.
* અજમેરની સ્થાપના સાતમી સદીમાં રાજા દુષ્યંત
ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.
* ૧૧૯૩માં અજમેરને મોહમ્મદ ઘોરીએ
જીતી લીધું.
* અજમેરનું વાતાવરણ મહદંશે બારે
માસ ગરમીવાળું રહે છે.
* અજમેરે શરીફમાં આવેલી ખ્વાજા ગરીબ
નવાઝની દરગાહ ખ્વાજા મોઇનુદ્દીન
ચિશ્તી નામના સૂફી સંતની મજાર છે.
* ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીએ તેમનું આખું
જીવન ગરીબ અને દલીતોની સેવા પાછળ
સર્મિપત કરી દીધું હતું.
* અજમેર શરીફની મુલાકાત દરેક
ધર્મના લોકો લે છે. આ દરગાહના
દરવાજા ચાંદીના છે અને ખ્વાજા
મોઇનુદ્દીન ચિશ્તીની કબર
સંગેમરમરની બનેલી છે.
* મહાન સૂફી ખ્વાજા મોઇનુદ્દીન
ચિશ્તીની યાદમાં દર વર્ષે ઉર્સ
રાખવામાં આવે છે, જે છ દિવસ સુધી ચાલે
છે.
* અજમેરમાં કોટન અને વૂલન
ટેક્સટાઇલની ઇન્ડસ્ટ્રી છે તથા લેધર,
હોઝિયરી, સાબુ અને દવાઓનું
સારા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે
છે.
* અજમેર પાસે
આવેલા કિશનગઢમાં સૌથી વધુ માર્બલનું
ઉત્પાદન કરવામાં આવે છે.
* ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ
ખ્વાજા ગરીબ નવાઝના નામે પણ
ઓળખાય છે.
* અહીં આવતા પ્રવાસીઓ માટે અનાસાગર
તળાવ, તારાગઢનો કિલ્લો, ફોય
સાગરનો સનસેટ પોઇન્ટ, સોફિયા કોલેજ
અને માયો કોલેજ આકર્ષણનું કેન્દ્ર છે.
* અહીં આવેલી માયો કોલેજ
ભારતના વાઇસરોય લોર્ડ
માયો દ્વારા ૧૮૫૭માં બાંધવામાં આવી હતી.
* અહીં આવેલું અનાસાગર તળાવ કૃત્રિમ અને
ઐતિહાસિક તળાવ છે. આ તળાવ
માણસો દ્વારા બાંધવામાં આવ્યું હતું.
* અજમેરમાં આવેલા સીટી મ્યુઝિયમમાં મુઘલ
રાજાઓના વખતની વસ્તુઓ સાચવીને
રાખવામા આવી હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.