આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 23 April 2014

♥ વનસ્પતિ વિશ્વની ૭ અજાયબી ♥


(૧) કેલિફોર્નિયાના સિકવોયા નેશનલ
પાર્કમાં એક બે હજાર વર્ષ કરતાં ય જુનું
સિક્વોયાનું વૃક્ષ છે. આ વૃક્ષ ૨૭૫ ફૂટ ઊંચું છે.
વિશ્વનું સૌથી કદાવર આ વૃક્ષ થડમાં ૧૦૦
ફૂટનો ઘેરાવો ધરાવે છે.

(૨) અમેરિકાના ઉટાહમાં એક વૃક્ષ એક જ
મૂળમાંથી ફૂટીને ૧૦૦ એકરમાં પથરાયેલું છે.
નજીક નજીક આવેલાં તમામ
વૃક્ષો જમીનમાં એક જ
મૂળમાં જોડાયેલા છે. પાંડી નામનું આ
વૃક્ષ વિશ્વનું સૌથી મોટું વૃક્ષ ગણાય છે.

(૩) મેકિસકોના ટૂલે
ખાતેના સાન્ટા મારિયા ચર્ચમાં આવેલું
મોન્ટેઝુમા સાયપ્રસ વૃક્ષ ૧૧૬ ફૂટ ઊંચું છે. આ
વૃક્ષનું ઘેઘુર વડલા જેવું થડ ૧૧૬ ફૂટની ઊંચાઈ
સુધી ૧૧૯ ફૂટનો ધેરાવો ધરાવે છે. આ વૃક્ષ
૧૪૦૦ વર્ષ પહેલા ચર્ચના પાદરીએ
વાવેલું.

(૪) સાનફ્રાક્સ્કિો નજીક આવેલું
શેન્ડેલિયર ટ્રી રેડવૂડનું વૃક્ષ છે. આ વૃક્ષનું થડ
એટલું કદાવર છે કે જેમાં બખોલ પાડીને કાર
પસાર થઈ શકે તેવો રસ્તો બનાવાયો છે.
આ સ્થળ જાણીતું પિકનિકનું સ્થળ છે.

(૫) બહેરીનના રણ પ્રદેશમાં ઉભેલું એક
લીલુછમ વૃક્ષ ૪૦૦ વર્ષ જૂનું છે.
સેંકડો કિલોમીટરના અફાટ રણમાં માત્ર
આ એક જ વૃક્ષ જોવા મળે છે.
જ્યાં વનસ્પતિનું જીવન શક્ય
નથી ત્યાં એકલું અટુલું ઊભું છે. આ વૃક્ષને
ટ્રી ઓફ લાઈફ કહે છે.

(૬) ઓસ્ટ્રેલિયામાં એક ડાઈનોસોર વૃક્ષ
જોવા જેવું છે. ડાઈનોસરના માત્ર
અશ્મિયો જ મળે છે. વોલોમી પાઈન
નામના વૃક્ષની અજાયબી એ છે કે આજે
જીવિત છે તેવા વૃક્ષના ૨૦ કરોડ વર્ષ
પહેલાંના અશ્મિઓ પણ મળી આવ્યા છે.
એટલે ડાઈનોસોર કાળમાં ય આ વૃક્ષ
પૃથ્વી પર થતું હતું.

(૭) બ્રાઝિલના નાતાલમાં ૧૭૭ વર્ષ જુનું
પિરંગી કેશ્યુ ટ્રી બે એકરમાં ફેલાયેલું છે.
તેની વડવાઈઓ દ્વારા નવી ડાળીઓ
ફૂટીને જંગલની જેમ ફેલાયેલી છે. આ વૃક્ષ
જોવા સેંકડો પ્રવાસીઓ આવે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.