આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 30 March 2014

♥ વનસ્પતિજગતનાં વિસ્મય ♥

* આફ્રિકાના જંગલમાં થતો પોલિયોડિયમ
નામનો છોડ સુકાઇ ગયા બાદ પણ
પાણી મળે એટલે તરત જ લીલો છમ્મ થઇ
જાય છે. ૨૫ સેન્ટીમીટર ઊંચો આ છોડ
બીજા ઝાડના થડને વળગીને મોટો થાય
છે. તેના પાન હવામાંથી,
પાણીમાંથી અને યજમાન
ઝાડના થડમાંથી ખોરાક મેળવી ૪૦૦ વર્ષ
જીવે છે.

* આફ્રિકાનું હાઇડનોરા ફૂલ લાલ રંગનું
મોં ફાડીને ઊભેલા રાક્ષસ જેવું ભયાનક
દેખાય છે. તેના મોમાં દાંત
જેવા રેસા હોય છે. આ ફૂલના થડ અને મૂળ
જમીનમાં પેટાળમાં હોય છે. દુર્ગંધ મારતું
આ ફૂલ અર્ધો ફૂટ લાંબંુ હોય છે.

* આફ્રિકાના લેડી ઇન ધ વેઇલ
નામના મશરૃમની કળી ફૂટે ત્યારે વિસ્ફોટ
જેવો મોટો અવાજ કરે છે. આ મશરૃમ ૨૦
મિનિટમાં ૨૦ સેન્ટમીટર જેટલા ઊંચા થઇ
જાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.