* અઢારે વાંકા અંગવાળા ઊંટને
અરોબિકમાં 'ગમલ' કહે છે. તેનો અર્થ થાય
છે. 'સુંદર' અંગ્રેજી કેમલ શબ્દ તેના પરથી જ
બન્યો છે.
* ઊંટની ખૂંધમાં પાણી નહીં પણ
ચરબી હોય છે.
* ઊંટ લાંબો સમય
પાણી વિના ચલાવી શકે તેનું રહસ્ય
તેના લોહીના લાલકણો લંબગોળ
આકારમાં છે. ઊંટ એક જ પ્રાણી એવું છે કે
તેના લોહીના કોષો લંબગોળ હોય છે.
* ઊંટના શરીરનું તાપમાન ઓછામાં ઓછું
૩૪ ડિગ્રી સેલ્શિયસ અને વધુમાં વુધ ૪૧
ડિગ્રી હોય છે. બંને તાપમાન તેને માટે
સામાન્ય છે.
* ઊંટના હોઠમાં ખાંચ હોય છે.
* ઊંટ ચારે પગથી અલગ અલગ ચારે
દિશામાં લાત મારી શકે છે. બીજા પ્રાણીઓ
માત્ર પાછલા પગે જ લાત મારે છે.
* ભારે પવન અને રેતીના તોફાન વખતે ઊંટ
નસકોરા બંધ કરી શકે છે.
* ઊંટ શરીરમાં ૨૫ ટકા પાણીની અછત
સહન કરી શકે છે. બીજામાં પ્રાણીઓ મૃત્યુ
પામે.
* ઊંટની રૃવાંટી સૂર્યપ્રકાશનું પરાવર્તન
કરી તેને ગરમીથી બચાવે છે.
* ઊંટની આંખ પર પાંપણોની બે કતાર હોય
છે. જે તેની આંખનું રણમાં ઊડતી રેતીથી રક્ષણ
કરે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.