♦ માનવ શરીર અબજો કોષો, ૨૦૬ હાડકાં, ૬૦૦ સ્નાયુઓ અને ૨૨ આંતરિક અવયવોનું બનેલું છે.
♦ શરીરનું સૌથી મજબૂત અંગ કદની દ્રષ્ટિએ જીભ છે.
♦ શરીરના હાડકા ૨૩૦ સાંધા વડે જોડાયેલા છે. શરીરના કુલ હાડકાનો ચોથા ભાગના બંને પગમાં આવેલા છે.
♦ શરીરનો સૌથી ઝડપી સ્નાયુ આંખનાં પોપચાંમાં છે તે સેકંડના પાંચ પલકારા મારી શકે છે.
♦ જીભ પરના સ્વાદકેન્દ્રો દર દસ દિવસે નાશ પામીને નવા બને છે.
♦ આપણે બોલવા માટે જુદા જુદા ૭૨ સ્નાયુઓનો ઉપયોગ કરીએ છીએ.
♦ માણસની હોજરીનું અંદરનું આવરણ દર ૧૫ દિવસે નવું બને છે.
♦ માણસની આંખ કેમેરાની જેમ કામ કરે છે અને લાખો પ્રકારના રંગો પારખી શકે છે.
♦ ફિંગરપ્રિન્ટની જેમ આંખની કીકીની છાપ પણ દરેક વ્યક્તિમાં જુદી જુદી હોય છે તે ૨૫૬ પ્રકારની વિશિષ્ટતાઓ ધરાવે છે.
♦ આંખનો કોર્નિયા એક માત્ર અવયવ છે કે જેમાં રક્તવાહિની નથી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.