🚩 વિજયસ્તંભ ભારત દેશના રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં આવેલ એક સ્તંભ અથવા ટાવર છે.
🚩 આ સ્તંભ મેવાડના રાજા રાણા કુંભાએ મહેમૂદ ખિલજીના નેતૃત્વ હેઠળ માળવા અને ગુજરાતની સેનાઓ પર મેળવેલા વિજયના સ્મારકના રૂપે ઇ. સ. ૧૪૪૨ અને ઇ. સ. ૧૪૪૯ વચ્ચેના સમયગાળામાં બનાવડાવ્યો હતો.
🚩 ૧૨૨ ફૂટ ઊંચાઇ તેમ જ ૯ મજલા ધરાવતો વિજયસ્તંભ ભારતીય સ્થાપત્ય કલાની ઝીણવટભરી તેમ જ સુંદર કારીગરીનો અદભૂત નમૂનો, જે નીચેના ભાગમાં પહોળો, મધ્ય ભાગમાં સાંકડો તેમ જ ઉપરના ભાગમાં ફરી પહોળો ડમરુ જેવા આકારમાં દેખાય છે.
🚩 સ્તંભના દરેક મજલા પર રવેશ તેમ જ બારીઓ મૂકવામાં આવેલ છે. આ સ્તંભમાં ઉપર જવા માટે અંદરના ભાગમાં ૧૫૭ પગથિયાંવાળી સીડી બનાવવામાં આવેલ છે, જેના દ્વારા ઉપરની અગાસીમાં પંહોચી શકાય છે. અહીંથી ચિત્તોડગઢનું આકાશીય અવલોકન કરી શકાય છે. જો કે હાલ મુલાકાતીઓ માટે ઉપર અગાસીમાં જવાનો રસ્તો બંધ કરવામાં આવેલ છે.
🚩 સ્તંભનું નિર્માણકાર્ય મહારાણા કુંભાએ કરાવડાવ્યું હતું.
🚩 આ સ્તંભના અંદરની દિવાલમાં તેમ જ બહારની દિવાલમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મૂકવામાં આવી છે, જેમાં અર્ધનારીશ્વર, ઉમા-મહેશ્વર, લક્ષ્મીનારાયણ, બ્રહ્મા, સાવિત્રી, હરિહર, પિતામહ વિષ્ણુના વિભિન્ન અવતારો તેમ જ રામાયણ અને મહાભારતના પાત્રોની સેંકડો મૂર્તિઓનો સમાવેશ થાય છે.
🚩 આ ઉપરાંત ઉપરના મજલાઓની છતમાં ચિત્તોડગઢના શાસકોનાં ચિત્રો પણ મુકાયેલ છે.
🚩 આ સ્તંભના નિર્માણકાર્યના સ્થપતિ જૈતા અને એના પુત્રો નાપા, પુજા તેમ જ પોમાનાં ચહેરાઓ પાંચમા મજલા પર કોતરવામાં આવેલ છે.
🚩 વિજયસ્તંભના નિમાર્ણમાં લાલ પથ્થર તેમ જ શ્વેત આરસપહાણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.