👉🏻 ' ક્રોકોડાઇલ હન્ટર ’થી ઓળખાતા સ્ટિવ ઇરવીનનો જન્મ ૨૨ ફેબ્રુઆરી, ૧૯૬૨ના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં થયો હતો. ટેલિવિઝનની ખૂબ જ પ્રચલિત શ્રેણી ‘ક્રોકોડાઇલ હન્ટર' માં હોસ્ટ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર ઇરવીને દુનિયાભરના લોકોની ચાહત મેળવી છે.
👉🏻 સ્ટિવ અને તેની માતાની જન્મ તારીખ એક જ હતી. તેની માતાનું નામ લેયન તથા પિતાનું બોબ ઇરવીન છે.
👉🏻 વાઇલ્ડ લાઇફ એક્સ્પર્ટ સ્ટિવે વિજ્ઞાન વિષયક અભ્યાસ કર્યો નહોંતો માત્ર તેનો શોખ અને કુદરતને મદદરૂપ થવાની ઇચ્છાએ તેને આ તરફ વાળ્યો. સ્ટિવના પિતાએ તેના જન્મદિવસ પર એક વાર પાયથન ભેટમાં આપ્યો હતો. બસ, ત્યારથી પ્રાણીઓ પ્રત્યે તેનો લગાવ વધતો ગયો.
👉🏻 હાલમાં ઓસ્ટ્રલિયન ઝૂ તરીકે ઓળખાતા એનિમલ પાર્કમાં જ તેનો ઉછેર થયો છે. જ્યાં તેણે પ્રાણીઓની આદતો અને તેમની જીવનશૈલી વિષે અભ્યાસ કર્યો.
👉🏻 ૧૯૯૧માં સ્ટિવની મુલાકાત ટેરી રાઇનસ સાથે થઇ. ટેરી પણ સ્ટિવની જેમ જ વન્યજીવોના રક્ષણ માટે કામ કરતી હતી. આ જોડીએ ‘ક્રોકોડાઇલ હન્ટર’ શોમાં સાથે કામ કર્યું હતું જે દુનિયાના ૨૦૦ દેશમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો.
👉🏻 સ્ટિવ મગર સાથે રમત કરતો, સાપને પકડતો મગરના મોઢામાં પોતાનું માથું મૂકતો જેવાં અનેક સાહસો તે કરતો રહેતો અને દર્શકો તેને જોવા માટે ટેલિવિઝનની સામે ગોઠવાઇ જતા હતા.
👉🏻 સ્ટિવ મોટા ભાગે ખાખી શર્ટમાં જ જોવા મળતો. તેના શો દ્બારા અનેક લોકોને પ્રાણીઓની આદતો, વિશેષતા અને જીવનશૈલી વિષે માહિતી મળતી.
👉🏻 ૪ સપ્ટેમ્બર, ૨૦૦૬ના રોજ સ્ટિવ તેની એક ટેલિવિઝનની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ ખાતે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે દરિયામાં સ્ટિંગરે નામની માછલીની ધારદાર ભાલા જેવી પૂંછડીના ઘાથી સ્ટિવનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું.
👉🏻 ઝેરીલા સાપ અને અજગરોને કાદવવાળી જમીનમાંથી શોધવા, તેમને પકડવા, તેમની સાથે જાણે રમત કરતો હોઇ, ક્રિક ક્રિકની સાથે જ મગરને બોલાવતા સ્ટિવ ઇરવીનને દર્શકો ક્યારેય ભૂલી શકશે નહીં.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.