🌿 પૃથ્વીના પેટાળમાં થતી ઉથલપાથલને કારણે પૃથ્વીની સપાટી પર વિશાળ ખાડા અને ટેકરા બન્યાં. બે ટેક્ટોનિક પ્લેટ્સ નજીક આવે અને અથડાય ત્યારે દબાણને કારણે જમીનમાં સળ પડે અને વચ્ચેની જમીન ઊંચકાય અને પર્વત બને. આ કારણે જ મોટા ભાગના પર્વતો સળંગ પર્વતમાળા સ્વરૂપે બન્યા. સામાન્ય રીતે ૩૦૦ મીટરથી ઊંચા ટેકરાને ભૌગોલિક રીતે પર્વત કે માઉન્ટન કહે છે.
🌿 વિવિધ ભૌગોલિક સ્થિતિને કારણે વિવિધ પ્રકારના પર્વતો બન્યા. ઉંચા પર્વતો પર હવા ઠંડી અને પાતળી હોવાથી બરફ જામેલો રહે છે.
🌿 જમીનમાંથી કોઈક સ્થળે ધસી આવેલા લાવાને કારણે જમીન ઊંચકાઈને જ્વાળામુખી પર્વત બને છે. જ્વાળામુખી વચ્ચેથી પોલાણવાળો હોય છે જેમાંથી લાવા ધસીને ટોચે મુખમાંથી બહાર ફેંકાય છે.
🌿 વિશ્વની સૌથી મોટી પર્વતમાળા હિમાલય ૨૪૧૩ કિલોમીટર લાંબી છે. તેમાં અનેક શિખરો છે. વિશ્વનું સૌથી ઊંચું એવરેસ્ટ શિખર હિમાલયમાં છે.
🌿 વિશ્વનાં અન્ય નોંધપાત્ર પર્વતોમાં આલ્પ્સ અને કોકેશસ છે.
🌿 આફ્રિકામાં કિલીમાંજારો અને રુવેનઝોરી મુખ્ય પર્વતમાળાઓ છે. કિલીમાંજારો સુષુપ્ત જ્વાળામુખી છે. વિશ્વનો સૌથી ઊંચો પર્વત મૌનાકિયા ૯૦૮૨ મીટર ઊંચો છે તે સમુદ્રમાં હોવાથી મોટો ભાગ સમુદ્રમાં ડૂબેલો છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.