🌿 પૃથ્વી પર થતી તમામ વનસ્પતિના પાન લીલાં જ હોય છે. જો કે કોઈક વનસ્પતિના પાન લાલ જોવા મળે છે અને પાનખર ઋતુમાં પીળા હોય છે. પરંતુ વનસ્પતિના પાનનો કુદરતી રંગ તો લીલો જ હોય છે. લીલો રંગ વનસ્પતિનું જીવન કહેવાય.
🌱 લીલો રંગ તેમાં રહેલા કલોરોફીલને કારણે હોય છે અને કલોરોફીલ એટલે વનસ્પતિના ખોરાકનું કારખાનું.
🍀 સૂર્ય પ્રકાશમાંથી કલોરોફીલ વનસ્પતિ ખોરાક બનાવે છે અને વિકાસ પામે છે. એટલે ખોરાક મેળવવા માટે દરેક વનસ્પતિના પાન લીલાં હોય છે.
💐 જ્યારે ફૂલો રંગબેરંગી હોય છે. ફૂલોનું મુખ્ય કામ વનસ્પતિનો વંશ જાળવવાનું છે. ફૂલોમાં બીજો છોડ ઉત્પન્ન કરવા માટે પરાગરજ હોય છે. પરાગરજને બીજા છોડ સુધી પહોચાડવી જરૂરી છે.
🌷 છોડ કે વૃક્ષ ચાલી શક્તા નથી એટલે આ પરાગરજ બીજા છોડના ફૂલ ઉપર પહોચાડવા માટે મધમાખી કે પતંગિયાનો સહારો લેવો પડે છે. હવે પતંગિયા કંઈ એમને એમ તો છોડ ઉપર આવે નહીં.તેમને આકર્ષવા માટે વનસ્પતિના ફૂલ રંગબેરંગી બનાવવા પડયા. કેટલાક ફૂલ તો રાત્રે ખીલીને પણ જંતુઓને આકર્ષે છે.
🌹 આમ પતંગિયા અને ઉડતા જંતુઓને આકર્ષવા માટે ફૂલો રંગબેરંગી હોય છે.
🔰 સૌજન્ય 🔰
- ઝગમગ
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.