👉🏻 ધ કાશ્મીર રેડસ્ટાર્ટ’ એટલે એવું પંખી જે પૂંછડીને સતત થરથર ધ્રુજાવતું રહે છે. દેખાવે તે ચકલી જેવું લાગે છે. જ્યારે તેનું કદ પણ ચકલી જેવડું જ છે. શરીરે ચકલી કરતાં તે થોડું ભરાવદાર હોય છે. ખાસ કરીને તેનો ગળાનો ભાગ ભરાવદાર હોય છે.
👉🏻 તેને કાશ્મીર રેડસ્ટાર્ટની સાથે સાથે એવર્સમેન રેડસ્ટાર્ટ તરીકે પણ ઓળખાય છે.
👉🏻 કાળા અને રતુમડા લાગતા આ પક્ષીને સહેલાઈથી ઓળખી શકાય છે. નરનું માથું, છાતી અને પીઠનો ઉપલો ભાગ કાળો હોય છે. બાકીનું શરીર નારંગી રતુમડા રંગનું હોય છે. માદા ભૂરી અને ઝાંખી રતુમડી હોય છે.
👉🏻 અંગ્રેજી કવિઓએ આ પક્ષીની ઉપર કાવ્યો પણ લખ્યાં છે. આ પક્ષી આપણે ત્યાં શિયાળામાં આવે છે. વારંવાર માથું નમાવે છે અને પૂંછડી પટપટાવે છે. ઝાંખરાં, ખેતર, ખંડેર કે પાદરમાં તે ઊડાઊડ કરતા જોવા મળે છે.
👉🏻 આ પંખી ખેતીને નુકસાન કરનારાં જીવડાંને પોતાનું ભોજન બનાવી લે છે. તેથી એક રીતે આ પક્ષી આપણને મદદરૂપ પણ થાય છે.
👉🏻 ધ કાશ્મીર રેડસ્ટાર્ટ પક્ષી આખા ભારતમાં જોવા મળે છે.શિયાળો તેની મનગમતી ઋતુ હોવાથી શિયાળા દરમિયાન તે ખાસ ભારતનું મહેમાન બને છે. ભારતમાં આમ તો તે બધી જગ્યાએ જોવા મળતું હોય છે, પરંતુ હિમાચલ પ્રદેશ તેની મનપસંદ જગ્યા કહી શકાય છે.
TO SEE THE VIDEO CLICK HERE
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.