👉🏻 વીજળી અને મેગનેટિઝમનો ઉપયોગ કરીને વિજ્ઞાનીઓએ રેડિયોથી માંડી મોબાઈલ અને કમ્પ્યુટર જેવા સાધનો વિકસાવ્યા છે.
👉🏻 આપણે રોજિંદા ઊપયોગમાં લઈએ છીએ તેવા ઇલેકટ્રોનિક સાધનોમાં ઇલેકિટ્રસિટી અને મેગ્નેટિઝમના વિવિધ ઉપયોગ થયા છે. વિજ્ઞાનીઓએ આ બંને કુદરતી શક્તિઓનો ઊંડો અભ્યાસ કર્યો છે. અને તેમાંથી નવી નવી શોધો થઈ છે.
🌷 ધાતુમાં વીજળી વહે ત્યારે તેના વોલ્ટેજ કરન્ટ અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેના સંબંધનો ઊંડો અભ્યાસ કરનાર વિજ્ઞાની હર્બર્ટ હોલે મેગ્નેટિઝમની શક્તિ આપવાનો સિધ્ધાંત શોધેલો. તેને હોલ ઇફેક્ટ કહે છે.
🌷 મેગ્નેટોમીટર આ સિધ્ધાંતના આધારે કામ કરી ચુંબકીય બળનું પ્રમાણ દર્શાવે છે. હોલ ઇફેક્ટ સેન્સર મેગ્નેટિક ફિલ્ડના આધારે વોલ્ટેજમાં વધઘટ કરે છે. વાહનોના સ્પીડોમીટરમાં તેનો ઉપયોગ થાય છે.
🌷 એડવીન હર્બર્ટ હોલનો જન્મ અમેરિકાના મેઇનમાં ગોરહામ શહેરમાં ઇ.સ.૧૮૫૫ના નવેમ્બરની ૨૦ તારીખે થયો હતો. એડવીન જહોન હોપકિન્સ યુનિવર્સિટીમાં પી.એચ.ડી. થયો હતો.
🌷 આ દરમિયાન તેણે ઇ.સ.૧૮૭૯માં હોલ ઇફેકટની શોધ કરી હતી. આ શોધથી તે પ્રસિધ્ધિ પામ્યો અને તેને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમણૂક મળી.
🌷 હોલ ઇફેકટની શોધ માઈકલ ફેરાડેની શોધ કરતાં ય વધુ મહત્વની ગણાય છે. હોલે વીજળી અને ચુંબકત્વ વિશે સંખ્યાબંધ પુસ્તકો લખેલા.
🌷 ઇ.સ. ૧૯૨૧ સુધી હાર્વર્ડમાં પ્રોફેસર તરીકે સેવા આપીને તે નિવૃત્ત થયો. ઇ.સ. ૧૯૩૮ના નવેમ્બરની ૨૦ તારીખે તેનું અવસાન થયુ હતું.
🌟 સૌજન્ય 🌟
💟 ગુજરાત સમાચાર 💟
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.