



🌹 ધ લાર્જેસ્ટ ક્રોશે બ્લેન્કેટ ઈન ધ વર્લ્ડ’ કે ‘વિશ્વનો સૌથી લાંબો અંકોડી ગૂંથણવાળો ધાબળો’ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. આ લાંબો બ્લેન્કેટ બનાવનાર ભારતીય સ્ત્રીઓનું જૂથ છે, જેનું નામ છે ‘મધર ઈન્ડિયાઝ ક્રોશે ક્વીન્સ’.
🌹 આખી ફૂટબોલ પિચને આવરી લેતા આ બ્લેન્કેટનું માપ ૧૧,૧૪૮.૫ મીટર સ્ક્વેર જેટલું થયું હતું.
🌹 આ અદ્ભુત પ્રોજેક્ટનો આઈડિયા એક ૪૪ વર્ષની એક મહિલાને આવ્યો હતો. અંકોડી ગૂંથણની કળા પ્રત્યે ખૂબ પ્રેમ ધરાવતા આ મહિલાનું નામ છે સુબાશ્રી નટરાજન.
🌹 તેમણે નાની ઉંમરથી જ અંકોડી ગૂંથણ શીખવાનું શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હું નાની હતી ત્યારે યાર્ન સાથે રમતા-રમતા મેં સુંદર ગૂંથણ કરવાના સપનાં જોયા હતા. હું ખૂબ જ મહત્ત્વાકાંક્ષી બાળક હતી. મને જીવનમાં સદા શ્રેષ્ઠ વસ્તુઓ જ મેળવવી હતી. દુનિયામાં કશુંક મહાન કાર્ય કરવાનું મારું આ સપનું પણ મારી સાથે મોટું થતું ગયું. હું હંમેશા કોઈ તકની રાહ જોતી રહી…પણ પછી મેં નક્કી કર્યું કે રાહ જોવાને બદલે મારે ખુદ જ એ તક સર્જવી પડશે. અને ત્યારે મેં અંકોડી ગૂંથણ સંબંધિત ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રોજેક્ટ્સ પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું.
🌹 પહેલા સુબાશ્રીએ વિચાર્યું કે તે એકલી જ આ પ્રોજેક્ટ પર કામ કરશે, પરંતુ બાદમાં તેમને ખ્યાલ આવ્યો કે તેમને મદદની જરૂર પડશે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર વિશ્વની ભારતીય મહિલાઓને પોતાના અંકોડી ગૂંથણના પ્રોજેક્ટમાં જોડાવા આમંત્રિત કરી. ૧૩ ભિન્ન દેશમાંથી, ૮ વર્ષથી લઈને ૮૫ વર્ષ સુધીની સહભાગી સુબાશ્રી સાથે જોડાઈ.
🌹 આ બધી મહિલાઓના ફાળાથી ૪૦*૪૦ના માપના હજારોની સંખ્યામાં ધાબળા બનાવીને તેને એક બીજા સાથે સીવીને એક વિશાળ ધાબળો બનાવવામાં આવ્યો. આ રેકોર્ડને ગિનિસનું સમર્થન મળ્યા બાદ ક્રોશે બ્લેન્કેટના એ નાના ભાગ અલગ કરીને તેનું જરૂરિયાતમંદોને દાન કરવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.