🌹 પૃથ્વી પરના પ્રાણીઓમાં કાચબો સૌથી વિશિષ્ટ જીવ છે. કાચબા પાણીમાં રહેનારા અને જમીન પર રહેનારા એમ બે જાતના હોય છે. પરંતુ ઉત્તર અમેરિકામાં જોવા મળતો રણકાચબો લાંબા સમય સુધી પાણી વિના જીવી શકે છે.
🌹 રણ કાચબો ૯થી ૧૫ ઇંચ લાંબો હોય છે.
🌹 આ કાચબો ૮૦ વર્ષ જીવે છે.
🌹 રણ કાચબાની પીઠ ઘુમ્મટની જેમ અન્ય કાચબા કરતા વધુ ઉપસેલી હોય છે. પીઠ પર લીલા રંગનું કવચ હોય છે. આ કાચબો જમીનમાં દર બનાવીને રહે છે તેથી જમીન ખોદવા માટે તેના આગલા પગના નહોર ચપટાં હોય છે.
🌹 રણમાં થતી થોર જેવી વનસ્પતિ તેનો મુખ્ય ખોરાક છે.
🌹 રણ કાચબા પ્રચંડ ગરમી સહન કરી શકે છે. વધુ ગરમીના દિવસોમાં કે જમીનમાં ઉંડા દર કરી ભુગર્ભમાં છ ફૂટ ઊંડે ચારથી પાંચ મહિના સુષુપ્તાવસ્થામાં રહે છે.
🌹 આ કાચબાના શરીરમાં પાણીનો સંગ્રહ થતો હોય છેે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.