આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 14 January 2017

♥ જંતુ જગતમાં જોરદાર પાંખો ♥



🌼 માખી, મચ્છર જેવા જંતુઓ અને કંસારી, તીતીઘોડા, તીડ જેવા કોચલાવાળા જંતુઓને ઊડવા માટે પાંખો હોય છે. જંતુઓ ચપટીમાં  ચોળાઈ જાય તેવાં હોય છે. તેમને શારીરિક શક્તિની મર્યાદા હોય છે.  તે હુમલો કરી શકતા નથી પરંતુ કુદરતે તેમને પોતાનું રક્ષણ કરવા જોરદાર પાંખો આપી છે. સ્નાયુઓ કે હાડકા વિનાના નાજુક શરીરમાં નવાઈ લાગે તેટલી શક્તિશાળી પાંખો હોય છે.

🌼 જંતુઓ પક્ષીઓ કરતાં વધુ ઝડપથી પાંખો ફફડાવી શકે છે. જંતુઓની પાંખો પારદર્શક પ્લાસ્ટિક જેવા પદાર્થની બનેલી હોય છે.

🌼 જંતુઓની પાંખો તેમના શરીરમાં સ્વતંત્રરૂપે ખૂંપેલી હોય છે. છાતી, ખભા કે અન્ય અવયવ સાથે તે જોડાયેલી હોતી નથી.

🌼 જંતુની પાંખના મૂળમાં રબર જેવા સ્થિતિસ્થાપક સ્નાયુઓ હોય છે.

🌼 જંતુઓનું ઊડવાનું  રહસ્ય તેની પીઠમાં છે.ઊડવું હોય ત્યારે તેની પીઠ સંકોચાય છે અને  પાંખો ઉપર આવે પીઠ ફૂલે ત્યારે પાંખો નીચે આવે.

🌼 આમ જીવડાંની પાંખો યાંત્રિક કામગીરી કરે છે. જંતુઓની પાંખ ઝડપથી વિંઝાય ત્યારે ગરમ થાય છે એટલે નુકસાનથી બચવા તેની પાંખ અનેક પોલી ભૂંગળી જોડીને બનેલી હોય છે. ભૂંગળીને કારણે  પાંખ કડક અને સીધી રહે છે.

🌼 મોટા ભાગના જંતુઓ બંને પાંખ એક સાથે જ ઉપર નીચે વિંઝીને ઉડે છે.

🌼 મધમાખી સેકન્ડમાં ૨૫૦ વખત, માખી ૧૯૦, બમ્બલ બી ૧૩૦ અને હોર્નેટ ૧૦૦ વખત પાંખો ફફડાવી શકે છે. હોર્સફ્લાય કલાકના ૧૪૫ કિલોમીટરની ઝડપે ઊડે છે. મધમાખી ૯ કિલોમીટરની ઝડપે જ્યારે ઘરની માખી ૭ કિલોમીટરની ઝડપે ઊડે છે. બધે જ જોવા મળતા ડ્રેગન ફ્લાય સૌથી વધુ ૨૫ કિલોમીટરની ઝડપે ઉડે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.