👉🏻 પૃથ્વીની આસપાસનું વાતાવરણ દબાણ કરે છે. દરિયાની સપાટી પર આ દબાણ પ્રત્યેક ચોરસ ઈંચે લગભગ ૬.૫ કિલોગ્રામ હોય છે.
👉🏻 જેમ ઉંચાઈ વધે તેમ દબાણ નીચું જાય છે. માઉન્ટ એવરેસ્ટની ટોચે આ દબાણ ત્રીજા ભાગનું થઈ જાય છે. આ દબાણ પૃથ્વીના હવામાન પર અસર કરે છે. આ દબાણ ફેરફારો થયા કરે છે તેમાં સૂર્યની મહત્વની ભૂમિકા છે.
👉🏻 વાતાવરણના દબાણની અસર આપણા શરીર પર થતી નથી. આપણા શરીરની અંદરની હવા તેને સમતોલ કરે છે.
👉🏻 ઈટાલીની વિજ્ઞાની ઈવાન્જેલિસ્ટા ટોરિસેલીએ પ્રથમવાર વાતાવરણનું દબાણની શોધ કરી. તેણે ચાંદીની ખાણોમાં ભરાયેલું પાણી ઉલેચવા હવાના દબાણથી કામ કરતો પંપ બનાવેલો.
👉🏻 તેણે હવાનું દબાણ માપવા પારા ભરેલી નળીનું બેરોમીટર બનાવ્યું.
👉🏻 ૧૭મી સદીમાં ગોરફ્રેડ લબનીજે પારા વિનાનું એનેરોઈડ બેરોમીટર બનાવ્યું. આ બેરોમીટર જટિલ છે. તે ઘડિયાળના ચંદા જેવું હોય છે. તેમાં કોપર અને બેરિસિયમ ધાતુની ૦.૦૫ મી.મી. જેટલી પાતળી પાંચ તકતીઓ એક ઉપર એક મૂકીને બીજા આવરણ વચ્ચે મઢી લેવાય છે.
👉🏻 હવાના દબાણમાં થતા સુક્ષ્મ ફેરફારોની અસર આ પ્લેટ ઉપર થતી હોય છે. અને તે જાડુ પાતળું થાય છે. પડ સાથે જોડાયેલો કાંટો ચંદા ઉપર ફરીને હવાનું દબાણ દર્શાવે છે. હવાનું દબાણ માપવાના ઈલેક્ટ્રોનિક સાધનો પણ વિકસ્યા છે.
👉🏻 આજે ઘડિયાળ અને મોબાઈલ ફોનમાં પણ હવાનું દબાણ દર્શાવે તેવી એપ્સ વિકસી છે. તેમ છતાં વેધશાળા અને પ્રયોગશાળાઓમાં એનેરોઈડ બેરોમીટરનો વધુ ઉપયોગ થાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.