👉🏻 આજે ડિજીટલ ટેકનોલોજીથી ફોટો અને ફિલ્મો સરળતાથી બની શકે છે અને પ્રદર્શિત પણ થઇ શકે છે.પણ પરદા પર હાલતા ચાલતા પાત્રો દર્શાવતી વિશ્વની પ્રથમ ફિલ્મ કેવી હતી તે વાત પણ જાણવા જેવી છે. ફિલ્મ દ્રષ્ટિ સાતત્યના નિયમથી હાલતી ચાલતી દેખાય છે. આપણી આંખ સાથે એક દ્રશ્ય હોય તે ભૂંસાય તે પહેલાં બીજું ચિત્ર આવી જાય તો બંને ચિત્રો સળંગ દેખાય. પાત્રોના ક્રમસર હલનચલનવાળા ચિત્રો વારાફરતી આંખ સામે આવે તો તે હલનચલન કરતાં દેખાય.
👉🏻 ફિલ્મોમાં એક સેકંડમાં ૨૫થી ૩૦ ચિત્રો આંખ સામેથી પસાર થઇ જાય છે એટલે સળંગ દ્રશ્ય તરીકે દેખાય છે. આ વાત જાણ્યા પછી ફ્રાન્સના ઓગસ્ટ લૂળિયર અને લૂઈસ લૂળિયર નામના ભાઈઓએ ઇ.સ. ૧૮૯૫માં પ્રથમ પરદા પર હાલતી ચાલતી ફિલ્મ બનાવી.
👉🏻 ઓગસ્ટ લૂમિયરનો જન્મ ફ્રાન્સના બેસાન્કોનમાં ઇ.સ. ૧૮૬૨ના ઓક્ટોબરની ૧૯ તારીખે થયો હતો. તેના પિતા ચિત્રકાર અને ફોટોગ્રાફર હતા. ઓગસ્ટને એક ભાઈ અને ત્રણ બહેનો હતી.
👉🏻 ગ્રેજ્યુએટ થયા પછી ઓગસ્ટ અને તેનો ભાઈ લૂઇસ તેના પિતાના કામકાજમાં મદદ કરવા લાગ્યા. આ દરમિયાન ૧૮૮૧માં લૂઈસે પ્રવાહી વિના કોરી ફોટોગ્રાફિક પ્લેટ શોધી. તેના પિતાએ આ પ્લેટ બજારમાં મૂકી ખૂબ પૈસા કમાયા. બંને ભાઈઓએ મોટી ફેકટરી સ્થાપીને વેપાર વધાર્યો.
👉🏻 ઇ.સ. ૧૮૯૪માં થોમસ આલ્વા એડિસને શોધેલા કાઇનેરીસ્કોપ જોવા તેમને આમંત્રણ મળ્યું. એડિસને એક પછી એક ચિત્રો પસાર કરીને હાલતા ચાલતા દેખાય તેવું ચક્રાકાર રમકડું બનાવેલું. આ રમકડા પરથી પ્રેરણા લઇને ઓગસ્ટાએ પ્લાસ્ટિકની પારદર્શક ફિલ્મ પર સળંગ ફિલ્મ બનાવી અને લેન્સની મદદથી પરદા પર રજૂ કરવાની રીત શોધી. ચિત્રો અંકિત થયેલી પ્લાસ્ટિકની ફિલ્મના રોલ ફરે અને એક પછી એક ચિત્રો લેન્સ સામે આવીને પરદા પર પ્રતિબિંબ દેખાય.
👉🏻 લૂંમિયર ભાઈના આ મશિનમાં દર્શકની આંક સામેથી એક સેકંડમાં ૪૮ ચિત્રો પસાર થાય તેવી સગવડ હતી.
👉🏻 ઇ.સ. ૧૮૯૫ના ફેબ્રુઆરીની ૧૩ તારીખે બંને ભાઈઓએ ૪૬ સેકંડની ફિલ્મ બનાવી પ્રદર્શિત કરી.
👉🏻 ઇ.સ. ૧૯૯૫માં પેરિસમાં વધુ એક ફિલ્મ પ્રદર્શિત કરી તેઓ પ્રસિધ્ધ થયા. ત્યારબાદ બંને ભાઈઓએ લાંબી ફિલ્મો બનાવી ફિલ્મના શો કરવા લાગ્યા. પેરિસ પછી તેમણે લંડન, મોન્ટ્રીયલ ન્યૂયોર્ક અને મુંબઇમાં ફિલ્મો પ્રદર્શિત કરી. આ ફિલ્મો મૂંગી હતી.
👉🏻 ફિલ્મોમાં સફળતા મળ્યા છતાં ય ઓગસ્ટને મેડિકલમાં બાળપણથી જ રસ હતો. તેથી તેણે મેડિકલનો અભ્યાસ શરૂ કર્યો. તે સ્થાનિક હોસ્પિટલમાં રેડિયોલોજીનો વડો બન્યો. તેણે પોતાના સંશોધનોમાં પ્રથમવાર એક્સ-રેનો ઉપયોગ કર્યો હતો.
👉🏻 ઇ.સ. ૧૯૫૪ના એપ્રિલની ૧૦મી તારીખે તેનું અવસાન થયું હતું. તેના ભાઈ લૂઈસનું મૃત્યુ ઇ.સ. ૧૯૪૮ના જૂનની ૬ તારીખે થયું હતું.

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.