આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 21 December 2016

♥ પર્વતો ♥



🌹 પૃથ્વીની સપાટીના ઉપલા પોપડાની ટેક્ટોનિક પ્લેટો એક બીજા સાથે દબાય છે ત્યારે જમીન ઊંચકાઈને પર્વત બને છે. લાખો વર્ષની પ્રક્રિયાથી પૃથ્વી પર અનેક પર્વતો બન્યાં છે. હવાના ધસારા અને ગરમી ઠંડીની અસરથી પર્વતોના વિવિધ આકારો બને છે.

🌹 સામાન્ય રીતે ૩૦૦ મીટરથી વધુ ઊંચાઈના વિસ્તારને પર્વત કહેવાય છે.

🌹 પૃથ્વી પરનો સૌથી મોટો પર્વત હિમાલય છે તેમાં ૭૦૦૦ મીટર કરતાં ઊંચા ૧૦૦થી વધુ શિખરો છે.

🌹 સામાન્ય પર્વતને કોલ્ડ માઉન્ટેન કહે છે પરંતુ અગ્નિકૃત ખડકોના બનેલા પર્વતની ટોચે મુખમાંથી લાવારસ બહાર ફેંકાય છે તેને જ્વાળામુખી પર્વત કહે છે.

🌹 પૃથ્વી પર લગભગ ૧૫૦૦ જેટલા જ્વાળામુખી પર્વતો છે.

🌹જ્વાળામુખી સક્રિય થાય ત્યારે ટોચેથી લાવારસ, અગનજ્વાળાઓ અને રાખના રજકરણો વાતાવરણમાં ફેંકાય છે અને હોનારત સર્જાય છે.

🌹 ઈટાલીનો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી કાયમ સક્રિય રહેતો જ્વાળામુખી છે.

🌹 વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી હવાઈ ટાપુ પરનો માઉના લોયા ૧૩૦૦૦ ફૂટ ઊંચો છે.

🌹 પૃથ્વીની સપાટીનો પાંચમો ભાગ પર્વતો રોકે છે.

🌹 દુનિયાની વસતિના  ૧૦ ટકા લોકો પર્વતો પર રહે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.