♥ મહાન વિજ્ઞાાની આલ્ફ્રેડ નોબેલની સ્મૃતિમાં સ્વીડનની નોબેલ સંસ્થા વિશ્વમાં વિવિધ ક્ષેત્રોમાં યોગદાન કરનાર વ્યક્તિઓને નોબેલ ઇનામ આપે છે. ૧૯૦૧થી શરૂ થયેલી આ પરંપરા મુજબ દર વર્ષે નોબેલ ઇનામો એનાયત કરાય છે. વિશ્વના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત એવા આ ઇનામની કેટલીક વાતો રસપ્રદ છે.
♥ નોબેલ પ્રાઇઝ મેળવનાર સૌથી વૃદ્ધ લિયોનીડ હર્વીત્ઝે ૨૦૦૭માં ૯૦ વર્ષની ઉંમરે ફિઝિક્સનું નોબેલ મેળવેલું.
♥ નોબેલ ઇનામના ઇતિહાસમાં ૧૯૬૪માં સાહિત્ય ક્ષેત્રે જીન પોલ સાર્ત્રે અને શાંતિ ક્ષેત્રે ૧૯૭૩માં લી ડયુકે એમ બે વાર નોબેલનો અસ્વીકાર કર્યો હતો.
♥ નોબેલ પ્રાઇઝ મેળવનાર પત્રકાર કાર્લ વોન, મ્યાંમારના સમાજસેવિકા ઓંગ સૂ કી અને ચીનના કાર્યકર લીઉ ઝીયાબા એ ઇનામ જાહેર થયું ત્યારે જેલમાં હતા.
♥ ૧૯૦૧થી ૨૦૧૫ સુધીમાં કુલ ૫૭૩ નોબેલ પ્રાઇઝ અપાયાં છે.
♥ ૨૦૧૬ સુધીમાં ૮૭૪ વ્યક્તિઓ અને ૨૬ સંસ્થાઓને નોબેલ ઇનામ મળ્યાં છે.
♥ ૨૦૧૪માં શાંતિનું નોબેલ મેળવનારા મલાલા યુસુફઝાઈ સૌથ નાની વયની નોબેલ વિજેતા છે. તેની જન્મ તારીખ ૧૨મી જુલાઈ ૧૯૯૭ છે.
♥ ૧૯૦૧થી ૨૦૧૫ સુધીમાં ૪૯ મહિલાઓને નોબેલ ઇનામ અપાયાં છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Friday, 28 October 2016
♥ નોબેલ પ્રાઇઝ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.