આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 1 October 2016

♥ કરોળિયો ♥

વિશ્વમાં કરોળિયાની લગભગ ૩૮૦૦૦ જેટલી જાત છે.

તમે નહીં માનો પણ વિશ્વના દરેક માણસની આસપાસ ૧૦ ફૂટના વિસ્તારમાં કરોળિયો હોય જ છે. પૃથ્વી પર ૧૦ ફૂટના વિસ્તારમાં કરોળિયો હોય જ છે. પૃથ્વી પર એક એકર દીઠ જમીનમાં લગભગ ૧૦ લાખ કરોળિયા વસે છે.

દરેક જાતના કરોળિયા લાળમાંથી તાર બનાવે છે પરંતુ કેટલીક જાત જાળું બનાવી શકતા નથી.

જાળું ગુંથનાર કરોળિયાના પગના છેડે ત્રણ નાની આંગળી હોય છે જે જાળામાં ચોંટી જતી નથી.

કરોળિયા મચ્છર, માખી જેવા જંતુઓ ખાઈને જીવે છે. બીઘારા કિટલીંગી જાતના એકમાત્ર કરોળિયા શાકાહારી છે.

કરોળિયાનું લોહી ભૂરું હોય છે.

વિશ્વનો સૌથી મોટો કરોળિયો ગોલિયાથ સ્પાઈડર ૧૧ ઈંચનો હોય છે. તે ગરોળી અને ઉંદર જેવા જીવનો પણ શિકાર કરે છે.

કરોળિયાની લાળ પ્રાણી જેવી હોય છે પરંતુ હવાના સંપર્કમાં આવ્યા બાદ ચિકણો તાર બની જાય છે. કેટલાક કરોળિયા નરમ, સ્થિતિ  સ્થાપક, વધુ ચિકાશવાળી વગેરે સાત પ્રકારની લાળ પેદા કરે છે.

કરોળિયાના જાળાનો તાર એટલી જ જાડાઈના સ્ટીલના તાર કરતાં વધુ મજબૂત હોય છે. કરોળિયાની પેન્સીલ જેટલી જાડી લાળ બને તો જમ્બો જેટ વિમાનને ઊડતું અટકાવી શકે. કરોળિયાના તાર જેટલો મજબૂત અને સ્થિતિસ્થાપક પદાર્થ વિજ્ઞાનીઓ બનાવી શક્યા નથી.

કરોળિયા દરરોજ નવું જાળું બનાવે છે.

વુલ્ફ સ્પાઈડર એક સેકંડે બે ફૂટ ગતિથી દોડી શકે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.