♣ આગ્રામાં યમુના કિનારે આવેલો તાજમહાલ માનવસર્જિત અજાયબી ગણાય છે. તેની સુંદરતા માટે તે વિશ્વપ્રસિદ્ધ છે.
♣ મોગલ બાદશાહ શાહજહાંએ ઈ.સ. ૧૬૩૧ થી ૧૬૫૪ના ગાળામાં તાજમહાલ બંધાવેલો.
♣ તાજમહાલ વિશે કેટલીક અન્ય બાબતો પણ રસપ્રદ છે.તાજમહાલ મોગલ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તેમાં ભારતીય, પર્શિયન અને ટર્કીશ સ્થાપત્યનો સમન્વય છે.
♣ તાજમહાલ બાંધવામાં મુખ્ય શિલ્પીઓ ઈસા મોહમદ, કાઝીમખાન, અમાનત ખાન અને મિર અબ્દુલ હકીમ વગેરે હતા. તાજમહાલ બાંધવા માટે ૨૨૦૦૦ જેટલા મજૂરો, કડિયા, ચિત્રકારો, માળી, શિલ્પી અને નકશીકારો કામે લાગેલા.
♣ તાજમહાલના ગુંજબની ઊંચાઈ ૩૫ મીટર છે. ચારે મિનારા ૪૦ મીટર ઊંચા છે. તેનો ઘેરાવો ૩૦ મીટર છે. તાજમહાલની પરસાળ ૫૫ મીટરની છે.
♣ તાજમહાલના ભોંયરામાં ૧૭ ચેમ્બર હોવાનું મનાય છે.
♣ શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં આ સફેદ આરસનો તાજમહાલ બંધાવેલો. પોતાની કબર માટે તેને કાળા આરસનો તાજમહાલ બંધાવવાની ઈચ્છા હતી પણ તે પૂરી થઈ શકી નહોતી.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Tuesday, 20 September 2016
♥ તાજમહલ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.