♥ પૃથ્વી પર વનસ્પતિ પાણીની ઉપસ્થિતિમાં પોતાની મેળે ઊગે છે. માણસને ઉપયોગી અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો તેમજ મરીમસાલા પણ આપમેળે જ ઊગી નીકળેલા. માનવ સંસ્કૃતિના વિકાસની સાથે માણસ આ ઉપયોગી વનસ્પતિની ખેતી કરવા લાગ્યો.
♥ વનસ્પતિને જમીનમાંથી કુદરતી પૂરતું પોષણ મળી રહે છે પરંતુ વધુ પાક મેળવવા વધુ પાણી અને ખાતરની જરૃર પડે. વનસ્પતિનું મુખ્ય પોષણ નાઈટ્રોજનવાળા સેન્દ્રિય પદાર્થો છે.
♥ પ્રાણીઓના છાણ, મળમૂત્ર, મૃતદેહો અને નાશ પામેલી વનસ્પતિઓ કોહવાટ જમીનમાં ભળે અને સમય જતાં કુદરતી ખાતરમાં ફેરવાય છે. આ પ્રક્રિયામાં જમીનમાં રહેતા અળસિયાં અને અન્ય જંતુઓનો ફાળો પણ મહત્ત્વનો છે. વિજ્ઞાનીઓએ હજી વધુ ઉપજ વધુ સારો પાક મેળવવા માટે કૃત્રિમ ખાતરની શોધ કરી છે. કૂદકે અને ભૂસકે વધી રહેલી વસતિને પૂરતું અનાજ મળી રહે તેવા હેતુથી થયેલી આ શોધ આશીર્વાદરૂપ છે. તેને કારણે આજે વિશ્વને પૂરતું અનાજ મળી રહે છે. રાસાયણિક ખાતરની શોધમાં જર્મનીના વિજ્ઞાની લીબિગનો ફાળો મહત્વનો છે. તે આ ક્ષેત્રનો પિતામહ કહેવાય છે.
♥ જસ્ટસ લીબિગનો જન્મ ઈ.સ. ૧૮૦૩ના મે માસની ૧૨ તારીખે જર્મનીના ડાર્મસ્ટાડ શહેરમાં થ યો હતો.
♥ સામાન્ય પરિવારમાં જન્મેલા લીબિગને બાળપણમાં જ કેમિસ્ટ્રીમાં રસ હતો. તેર વર્ષની નાની ઉંમરે તેણે જર્મનીના દુષ્કાળની સ્થિતિ જોયેલી. બોન યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ તે પેરિસની જુદી જુદી લેબોરેટરીમાં જોડાયેલો.
♥ તેણે ગીઝેન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કારકિર્દી શર કરેલી. તે મહેનતુ અને નિષ્ઠાવાન હતો. વિજ્ઞાનક્ષેત્રમાં પ્રસિદ્ધ થયો. લીબિગે પાંચ ગોળાવાળું એક સાધન બનાવેલું તેમાં ઓર્ગેનિક પદાર્થોનું પૃથ્થકરણ થતું.
♥ તેણે નાઈટ્રોજનમાંથી રાસાયણિક ખાતર બનાવવાની ક્રાંતિકારી શોધ કરી.
♥ ઈ.સ. ૧૮૭૩માં એપ્રિલની ૧૮મી તારીખે તેનું અવસાન થયેલું.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Saturday 3 September 2016
♥ રાસાયણિક ખાતરનો શોધક - જસ્ટસ વોન લીબિગ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.