આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 20 September 2016

♥ ભૂકંપ ♥

૧. પૃથ્વી પર સૌથી પ્રચંડ ભૂકંપ ઇ.સ. ૧૯૬૦માં ચિલીમાં થયો હતો. તેની તીવ્રતા ૯.૫ ની હતી.

૨. પૃથ્વી પર વર્ષે વિવિધ સ્થળોએ લાખો ભૂકંપ થાય છે. લગભગ એક લાખ ભૂકંપ અનુભવાય છે અને ૧૦૦ જેટલા ભુકંપ નુકસાન કરે છે.

૩. ઇ.સ. ૧૯૦૦ના વર્ષ પથી પૃથ્વી પર ૧૮ મોટા ભૂકંપ દર વર્ષે નોંધાયા છે.

૪. ઇ.સ.૧૮૧૧ ના ડિસેમ્બરમાં  આવેલા ભૂકંપથી મિસિસિપી નદીનો પ્રવાહ પલટાઈ ગયો હતો.

૫. ચીનમાં ઇ.સ.૧૩૨માં સિસ્મોગ્રાફની શોધ થઈ હતી તેમાં ભૂકંપ આવે ત્યારે તાંબાના ઘડામાંથી તાંબાનો ગોળો ડ્રેગનના મુખમાંથી પસાર થી દેડકાના મુખમાં પડી જતો.

૬. પૃથ્વી પર સૌથી વધુ ભૂકંપ જાપાનમાં થાય છે. દર વર્ષે લગભગ ૧૫૦૦.

૭. ભૂકંપથી સૌથી વધુ જાનહાની ઇ.સ. ૧૫૫૬માં ચીનમાં થઈ હતી જેમાં ૮ લાખ કરતાં વધુ લોકોના મોત થયા હતા.

૮. હવાઈ ટાપુ પર ૧૮૬૮માં આવેલ પ્રચંડ ભૂકંપના આફટર શોક હજી પણ અનુભવાય છે.

૯. ભૂકંપને કોઈ ચોક્કસ ઋતુ હોતી નથી, તે ગમે ત્યારે થાય છે.

૧૦. ભૂકંપને બે કેન્દ્ર હોય છે. જમીનના ભૂતળમાં કે જ્યાંથી કંપન શરૃ થાય તે હાઈપોસેન્ટર અને તે કેન્દ્રની બરાબર ઉપરની પૃથ્વીની સપાટી પરનું સ્થળ એટલે એપીસેન્ટર

૧૧. હિમાલય પર્વતમાળા ભૂકંપને કારણે બની હતી.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.